Home> Sports
Advertisement
Prev
Next

ન્યૂઝીલેન્ડના બારક્લે બન્યા ICCના સ્વતંત્ર ચેરમેન, શશાંક મનોહરનું સ્થાન લેશે


ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી)ના પ્રમુખ બારક્લેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના નવા સ્વતંત્ર ચેરમેન ચૂંટવામાં આવ્યા છે. બારક્લેએ સિંગાપુરના ઇમરાન ખ્વાજાને પછાડ્યા અને તે ભારતના શશાંક મનોહરનું સ્થાન લેશે.

ન્યૂઝીલેન્ડના બારક્લે બન્યા ICCના સ્વતંત્ર ચેરમેન, શશાંક મનોહરનું સ્થાન લેશે

દુબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી)ના પ્રમુખ બારક્લેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના નવા સ્વતંત્ર ચેરમેન ચૂંટવામાં આવ્યા છે. બારક્લેએ સિંગાપુરના ઇમરાન ખ્વાજાને પછાડ્યા અને તે ભારતના શશાંક મનોહરનું સ્થાન લેશે. મંગળવારે આઈસીસીની ત્રિમાસિક બેઠક દરમિયાન મતદાન થયું. ઇલેક્ટ્રોનિક મતદાન પ્રક્રિયામાં 16 બોર્ડ ઓફ ડાયરેક્ટરે ભાગ લીધો જેમાં ટેસ્ટ રમનાર દેશોના 12 પૂર્ણ સભ્યો, ત્રણ એસોસિએટ દેશ અને એક સ્વતંત્ર મહિલા ડાયરેક્ટર (પેપ્સીકોના ઈન્દિરા નૂઈ) સામેલ છે. 

fallbacks

બારક્લેએ કહ્યુ, 'આઈસીસીના ચેરમેન બનવુ સન્માનની વાત છે અને સમર્થન માટે હું મારા સાથે આઈસીસી ડાયરેક્ટરોનો આભાર માનુ છું. આશા કરુ છું કે અમે એક થઈને રમતને આગળ લઈ જશું અને વૈશ્વિક મહામારીમાંથી બહાર નિકળી મજબૂત વાપસી અને પ્રગતિ કરીશું.' તેમણે કહ્યું, હું મારા સભ્યોની સાથે મળી કામ કરતા અમારા મહત્વપૂર્ણ બજારો સિવાય તેની બહાર રમતને મજબૂત કરવાને લઈ ઉત્સુક છું જેનાથી દુનિયાના વધુ લોકો ક્રિકેટની મજા માણી શકે.

ન્યૂઝીલેન્ડના આ અધિકારીએ મતદાનમાં 11-5થી જીત મેળવી. બીજા રાઉન્ડના મતદાનમાં તેમને ક્રિકેટ આફ્રિકાનો મહત્વપૂર્ણ મત મળ્યો જેથી તેઓ જીત મેળવવામાં સફળ રહ્યા. પાછલા સપ્તાહે પ્રથમ રાઉન્ડના મતદાન દરમિયાન તેમને 10 અને ખ્વાજાને છ મત મળ્યા હતા પરંતુ હાલના નિયમો અનુસાર વિજેતા માટે 16 સભ્યોના આઈસીસી બોર્ડમાં બે તૃતિયાંસ બહુમત એટલે કે 11 મત હાસિલ કરવા જરૂરી છે. આઈસીસીના સીઈઓ મનુ સાહની બોર્ડના 17મા સભ્ય છે પરંતુ તેમને મતદાનનો અધિકાર હાસિલ નથી. 

ICC Player Of The Decade એવોર્ડ માટે 7 ખેલાડી નોમિનેટ, કોહલી અને આર અશ્વિન સામેલ  

માનવામાં આવી રહ્યું છે કે ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સિવાય ન્યૂઝીલેન્ડે બારક્લેના પક્ષમાં મત આપ્યો જેમણે ટીમોના વધુ દ્વિપક્ષીય સિરીઝ રમવાનું સમર્થન કહ્યું જે આ મુશ્કિલ આર્થિક સ્થિતિમાં આ બોર્ડના નાણાકીય મોડલને અનુકૂળ છે. બીજીતરફ ખ્વાજાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું સમર્થન હાસિલ હતું. સિંગાપુર ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ આઈસીસી ટૂર્નામેન્ટોની સંખ્યા વધારવાના પક્ષમાં હતા જેથી એસોસિએટ દેશોની આવકમાં વધારો થઈ શકે. 

ઓકલેન્ડના વ્યાવસાયિક વકીલ બારક્લે 2012થી એનઝેડસી બોર્ડનો ભાગ છે. તેઓ હાલ આઈસીસી બોર્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિ છે પરંતુ સ્વતંત્ર રૂપથઈ જવાબદારી નિભાવવા માટે આ પદ છોડશે. બારક્લે આઈસીસી પુરૂષ ક્રિકેટ વિશ્વકપ 2015ના ડાયરેક્ટર હતા અને તેઓ નોર્દર્ન ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સંઘના બોર્ડના પૂર્વ સભ્ય અને ચેરમેન રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More