Home> Sports
Advertisement
Prev
Next

ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીત અપાવનાર કેપ્ટન જોન રીડનું 92 વર્ષની ઉંમરે નિધન


New Zealand 1st test winner captain John Reid has died: ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીત અપાવનાર કેપ્ટન જોન રીડનું નિધન થયુ છે. તેમની ઉંમર 92 વર્ષ હતી. 

ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીત અપાવનાર કેપ્ટન જોન રીડનું 92 વર્ષની ઉંમરે નિધન

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન જોન રીડનું નિધન થયુ છે. તેઓ 92 વર્ષના હતા. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી)એ બુધવારે આ જાણકારી આપી છે. રીડની ગણના 50 અને 60ના દાયકામાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થતી હતી. તેમણે 34 ટેસ્ટ મેચોમાં ન્યૂઝીલેન્ડની આગેવાની કરી હતી. તેમની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ત્રણ વિજય મેળવ્યા હતા. 

fallbacks

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વાઇટે નિવેદનમાં કહ્યુ- આ દેશના જન જન તેમના નામથી વાકેફ હતો અને આગળ પણ રહેશે. તેમના ધ્યાનમાં જે પણ વાત લાવવામાં આવે તેમણે તેના માટે રસ્તો બનાવવામાં મદદ કરી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ તરફથી તેમના નિધનનું કારણ જણાવવામા આવ્યું નથી. રીડનો જન્મ ઓકલેન્ડમાં થયો હતો પરંતુ તેમણે વેલિંગટનમાં અભ્યાસ કર્યો હતો. 

આવો છે ક્રિકેટ રેકોર્ડ 
તેમણે 246 પ્રથમ શ્રેણી મેચોમાં 41.35ની એવરેજથી 16128 રન બનાવ્યા જેમાં 39 સદી સામેલ છે. તેમણે 22.60ની એવરેજથી 466 વિકેટ પણ ઝડપી હતી. આક્રમક બેટ્સમેન અને ફાસ્ટ બોલર રીડે 1949મા 19 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેમણે 58 ટેસ્ટ મેચ રમી તથા 33.28ની એવરેજથી 3428 રન બનાવવાની સાથે 33.35ની એવરેજથી 85 વિકેટ ઝડપી હતી. 

VIDEO: ક્રિકેટના બાદશાહ કોહલીની બેગની અંદર શું-શું હોય છે? ખુલી ગયું રાઝ  

છ ટેસ્ટ સદી ફટકારી
રીડે ટેસ્ટ ક્રિકેટમાં છ સદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 142 રન હતો જે તેમણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 1961મા બોક્સિંગ ડે ટેસ્ટમાં બનાવ્યો હતો. તેમણે 1965મા ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. બાદમાં તેઓ ન્યૂઝીલેન્ડના પસંદગીકાર, મેનેજર અને આઈસીસી મેચ રેફરી બન્યા હતા. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More