Home> Sports
Advertisement
Prev
Next

આ ખેલાડી તોડશે Rohit Sharma નું સપનું! 24 વર્ષની ઉંમરમાં બનશે ટીમ ઇન્ડીયાનો કેપ્ટન

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરી હતી કે તે આ મહિને શરૂ થનાર ટી20 વર્લ્ડ કપ બાદ ભારતની ટી20 ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દેશે.

આ ખેલાડી તોડશે Rohit Sharma નું સપનું! 24 વર્ષની ઉંમરમાં બનશે ટીમ ઇન્ડીયાનો કેપ્ટન

નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરી હતી કે તે આ મહિને શરૂ થનાર ટી20 વર્લ્ડ કપ બાદ ભારતની ટી20 ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દેશે. આ સાથે જ વર્લ્ડ કપ બાદ ભારતને એક નવો કેપ્ટન મળશે. નવા કેપ્ટન બનવાના સૌથી મોટા દાવેદાર ટીમ ઇન્ડીયના ઉપકેપ્ટન રોહિત શર્માને ગણવામાં આવે છે. પરંતુ એક ખેલાડી એવો પણ છે જે એકદમ નાની ઉંમરમાં તેમનું સપનું તોડી શકે છે. 

fallbacks

24 વર્ષની ઉંમરમાં આ ખેલાડી બનશે કેપ્ટન
ટીમ ઇન્ડીયાના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત જ નવા કેપ્ટન બનવા માટે ક્ષમતા ધરાવે છે. પંત અત્યારે ફક્ત 24 વર્ષના છે અને તેમણે પોતાના કેપ્ટનશિપ કેરિયરની શરૂઆત સારી રીતે કરી છે. જોકે પંતે હવે પોતાની જગ્યા લાંબા સમય માટે ભારતીય ટીમમાં બનાવી લીધી છે. તે અત્યારે યુવા પણ છે અને તેમની પાસે એક લાંબુ કેરિયર બાકી છે. તેથી તે કોઇપણ ખેલાડી પાસેથી વધુ ઉપયોગી સાબિત થઇ શકે છે. 

રોહિતનું તૂટશે સપનું
જોકે રોહિત શર્માને નવા કેપ્ટન બનવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે તેમની ઉંમર હવે 34 વર્ષ થઇ ચૂકી છે અને તે વિરાટ કોહલી (32) થી બે વર્ષ મોટા છે. એવામાં રોહિત હવે થોડા વર્ષો બાદ નિવૃતિની જાહેરાત કરી શકે છે. લાંબા સમય વિશે વિચારીને રોહિતને નવા કેપ્ટન ન બનાવી શકાય નહી તો ટીમ ઇન્ડીયા માટે ફરી એકવાર એક નવા કેપ્ટનની શોધ કરવી પડશે. એવામાં પંત રોહિત કરતાં સારો ઓપ્શન હોઇ શકે છે. 

Taimur નો કોપી છે Sunny Leone નો પુત્ર, જોઈને થઈ જશે ગેરસમજ, જુઓ ફોટો

આઇપીએલમાં પણ જોવા મળ્યો જલવો 
આઇપીએલ 201 માં પણ પંતએ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ સારી રીતે ભજવી છે. દિલ્હીમાં અત્યારે રેન્કીંગમાં 20 પોઇન્ટ સાથે ટોપ પર છે. દિલ્હીને આ વર્ષે આઇપીએલ જીતવાની સૌથી મોટી દાવેદાર ટીમ ગણવામાં આવે છે. વિકેટની પાછળ ઘણીવાર જોઇ શકાય છે કે પંત બૂમો પાડી પાડીને બોલરોને યોગ્ય દિશામાં બોલીંગ કરવા માટે કહે છે. પૂર્વ કેપ્ટન ધોનીને પણ ઘણીવાર આ રીતે કરતાં જોઇ શકાય છે. 

ધોની જેવો છે દમ
ઋષભ પંતમાં પણ ધોની જેવો દમ જોવા મળે છે. તમને જણાવી દઇએ કે 2007 માં ધોનીને ટીમ ઇન્ડીયાની કેપ્ટનશિપ સોંપવામાં આવી તો તે ઉપયોગ કરી યોગ્ય સાબિત થયા હતા. ધોનીની જ કેપ્ટનશિપમાં બે વર્લ્ડકપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ વાત બધા જાણે છે કે એક વિકેટકીપર તરીકે મેદાન પર કોઇપણ ખેલાડી કરતાં વધુ સમજીને રમે છે. એવામાં પંતને પણ ધોની માફક યૂઝ કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More