Home> Sports
Advertisement
Prev
Next

AUS OPEN: દર એક મિનિટે નોવાક જોકોવિચે કરી 2 લાખ રૂપિયાની કમાણી

વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રાફેલ નડાલ પર જીત મેળવીને પોતાનું સાતમું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તેને વિજેતા તરીકે ઈનામમાં 41 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹209592000)મળ્યા છે. 
 

AUS OPEN: દર એક મિનિટે નોવાક જોકોવિચે કરી 2 લાખ રૂપિયાની કમાણી

નવી દિલ્હીઃ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્લેયર નોવાક જોકોવિચે રવિવારે રાફેલ નડાલને હરાવીને સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તેને વિજેતા તરીકે 41 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹209592000) ઇનામ રૂપે મળ્યા હતા. પોતાનું 15મું ગ્રાન્ડસ્લેમ જીતવા માટે નોવાકે કોર્ટ પર 843 મિનિટ પસાર કરી એટલે કે કોર્ટ પર વિતાવેલી એક મિનિટની કિંમત રહી આશરે 2 લાખ 48 હજાર રૂપિયા. 

fallbacks

બીજીતરફ મહિલા સિંગલ્સની ચેમ્પિયન નાઓમી ઓસાકાને પણ ઈનામ તરીકે 41 લાખ ઓસ્ટ્રેલિયન પરંતુ કોર્ટ પર વિતાવેલી એક મિનિટની કિંમત 3 લાખ 9 હજાર રૂપિયા રહી, કારણ કે જાપાની ખેલાડીએ કોર્ટ પર કુલ 678 મિનિટ પસાર કરી હતી. પોતાના બીજા ગ્રાન્ડસ્લેમ ટાઇટલની સાથે નાઓમીએ નંબર-1ની ખુરશી પણ કબજે કરી છે. 

IPL પહેલા ડિવિલિયર્સનો ધમાકો, બની ગયો T-20નો આ વિશ્વ રેકોર્ડ 

મહત્વનું છે કે, વિમ્બલ્ડન અને યૂએસ ઓપન બાદ જોકોવિચનું સતત ત્રીજુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. ફાઇનલમાં તેણે રાફેલ નડાલને બે કલાક સુધી ચાલેલા મેચમાં 6-3, 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. જીત્યા બાદ જોકોવિચે કહ્યું, તે સ્વિટ્ઝર્લેન્ડના દિગ્ગજ રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલની બરોબરી કરવાની ઈચ્છાથી તેને સારૂ પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More