પેરિસઃ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે 153મી રેન્કિંગ ધરાવતા કોલંબિયાઈ ખેલાડી ડેનિયલ ઇલાહી ગાલાનને હરાવીને સતત 1મા વર્ષે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
સર્બિયન સ્ટાર જોકોવિચની 6-0 6-3 6-2ની જીતથી 'બિગ થ્રી'મા પોતાના વિરોધી રાફેલ નડાલ અને રોજર ફેડરરના સતત 11મા વર્ષે ચોથા રાઉન્ડમાં પહોંચવાના રેકોર્ડની બરોબરી કરી છે. હવે સોમવારે જોકોવિચનો સામનો 15મા નંબરના રશિયાના ખેલાડી કારેન ખાચાનોવ સામે થશે.
Thanks for coming to the masterclass…
World No. 1 @DjokerNole steamrolls into an 11th straight R16 in Paris defeating Galan 6-0 6-3 6-2.
⁰#RolandGarros pic.twitter.com/DRxH5lPhLp
— Roland-Garros (@rolandgarros) October 3, 2020
જોકોવિચનો આ રીતે 2020મા જીતનો રેકોર્ડ 34-1 થઈ ગયો છે. તે અહીં બીજુ ફ્રેન્ડ ઓપન ટાઇટલ અને 18મું ગ્રાન્ડસ્લેમ જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાથે જોકોવિચે અહીંની લાલ બજરી પર 71મી જીત હાસિલ કરી છે.
જોકોવિચે લાલ બજરી (Roland Garros)ની આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ જીતોના મામલામાં દિગ્ગજ રોજર ફેડરર (70)ને પછાડી દીધો છે. આ બંન્નેથી આગળ ક્લે કોર્ડનો બાદશાહ રાફેલ નડાલ (96) છે.
શનિવારની અંતિમ મેચમાં 57મી રેન્કિંગની ડેનિયલ કોલિન્સે મહિલા સિંગલ મુકાબલામાં 2016ની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ગાર્બાઇન મુગૂરુઝાને 7-5 2-6 6-4થી પરાજય આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે