Home> Sports
Advertisement
Prev
Next

મોહમ્મદ અજહરૂદ્દીને કહ્યું દિનેશ કાર્તિક કરતા પણ ઋષભ પંત સારો વિકેટ કિપર

ભારતના પૂર્વ કેપ્ટન અજહરૂદ્દીનનું માનવું છે, કે ટીમ ઇન્ડિયામાં પંતને વિકેટકિપિંગ કરવા દેવી જોઇએ.

મોહમ્મદ અજહરૂદ્દીને કહ્યું દિનેશ કાર્તિક કરતા પણ ઋષભ પંત સારો વિકેટ કિપર

કોલકાતા: પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અજહરૂદ્દીનનું માનવું છે, કે દિનેશ કાર્તિકની તુલનાએ પંત સારી વિકેટકિપીંગ કરી રહ્યો છે. અને ટીમ પ્રબંધકે આગામી મેચોમાં તેને વિકેટકિંપિંગની જવાબદારી સોપવી જોઇએ. અજહરૂદ્દીને પત્રકારોને કહ્યું કે, ‘તમારે પંત પર વિશ્વાસ કરવો પડશે. જો તે ઇગ્લેન્ડમાં ટેસ્ટમાં વિકેટકીપિંગ કરવા માટે સક્ષમ છે, તો ટી-20માં કેમ નહિ. અને એમાં કોઇ પણ સંદેહ નથી કે તેણે ઇગ્લેન્ડમાં કાર્તિકની તુલનાએ સારી વિકેટકિપિંગ કરી છે. 

fallbacks

હૈદરાબાદના આ પૂર્વ બેસ્ટમેને કહ્યું કે‘હું ઇમાનદારીથી કહું છું કે આજે પંતની વિકેટકીપિંગ કરવી જોઇત હતી. જો તમે વિકેટકિપર છો તો તમારે વિકેટકિપિંગ કરવી જોઇએ. તે સારો ખેલાડી છે. તેણે સારૂ પ્રદર્શન કર્યું છે. એ જેટલી વધારે વિકેટકિપિંગ કરશે તેટલું વધારે તેને શીખવા મળશે. અત્યારે મને એવું લાગે છે, કે તેણે વિકેટકિંપિંગમાં સુધારો લાવવાની જરૂર છે.’અજહરે સાથે કહ્યું કે આગામી દિવસોમાં ડાબોડી બોલર કુલદીપ યાદવ પણ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. 

કાર્તિકે કર્યું સારૂ પ્રદર્શન 
ઉલ્લેખનીય છે, કે આ પૂર્વ કેપ્ટને રવિવારે ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે પહેલી ટી-20 સીરીઝમાં પહેલા મેચમાં બેલ વગાડીને મેચની શરૂઆત કરી હતી. અજહરે પંતની તુલના ત્યારે કરી જ્યારે કોલકાતમાં ટી-20માં પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને વિકેટકિપિંગ કરી હતી. 110 રનોના લક્ષ્યનો પીછો રતા ટીમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ 31 રોનની નોટઆઉટ ઇનિંગ રમી જ્યારે પંત માત્ર 1 રન કરીને આઉટ થયો હતો, આ મેચમાં દિનેશ કાર્તિકે સારી કિંપિંગ કરતા ત્રણ કેચ પણ પકડ્યા હતા.

fallbacks

અજહરે દિનેશ કાર્તિકની વિકેટકિપિંગ કરવા માટે ટીમ ઇન્ડિયાના નિર્ણયથી સહમત નથી(ફાઇલ તસવીર)

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ આપ્યો પોતાનો અભિપ્રાય
અજહરને આ પહેલા ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો જેમાં શુક્રવારે કહ્યુ કે ભારત આ પ્રવાસમાં જીતની સંભાવનાઓ રાખવામાં આવી રહી છે. પૂર્વ કેપ્ટને અત્યારે માન્યું કે ભારતે હજુ ઘણી મહેનત કરવી પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More