Olympics 2028 : ઓલિમ્પિક 2028માં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે તેનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકાના લોસ એન્જલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિક મેચોમાં ક્રિકેટ મેચ પણ રમાશે. આ મેચો 12 જુલાઈથી શરૂ થશે, જ્યારે મેડલ મેચો 20 અને 29 જુલાઈના રોજ રમાશે.
6-6 ટીમો ભાગ લેશે
પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં કુલ 6-6 ટીમો ભાગ લેશે અને T20 ફોર્મેટમાં આ ઓલિમ્પિકમાં કુલ 180 ખેલાડીઓ ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ ફક્ત એક જ વાર, 1900માં થયો હતો. આયોજકો દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, 14 અને 21 જુલાઈએ કોઈ મેચ નહીં હોય, જ્યારે મોટાભાગના દિવસોમાં ડબલ હેડર રમાશે.
લોર્ડ્સમાં જીત બાદ ઇંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક બોલર સિરીઝમાંથી બહાર
1900માં ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઈ હતી
1900માં યોજાયેલી પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ ફક્ત એક જ વાર રમાઈ હતી, જ્યાં બે ટીમો ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સ બે દિવસીય મેચ રમી હતી. ગ્રેટ બ્રિટને આ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષ અને મહિલા વર્ગોમાં કુલ 90-90 ખેલાડીઓને ક્વોટા આપવામાં આવ્યા છે, જેથી બધી 12 ટીમો 15-15 સભ્યોની ટીમ જાહેર કરી શકે.
Big news!🚨
We're celebrating being exactly three years out from the 2028 Olympic Games by sharing the OFFICIAL OLYMPIC COMPETITION SCHEDULE! From where the first medal will be awarded to action-packed days that already have us cheering, this schedule is the first step in… pic.twitter.com/8rgSjFwlgQ
— LA28 (@LA28) July 14, 2025
ટી20 વર્લ્ડ કપ મેચ અમેરિકામાં યોજાઈ હતી
ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 2024 ટી20 વર્લ્ડ કપની ઘણી મેચો અમેરિકામાં ત્રણ સ્થળોએ, ગ્રાન્ડ પ્રેઇરી, લોડરહિલ અને ન્યુ યોર્કમાં યોજાઈ હતી, જેનું આયોજન યુએસ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ 2028ની રમતોમાં સામેલ કરવા માટે પાંચ નવી રમતો તરીકે બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશ સાથે ક્રિકેટને મંજૂરી આપી છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જ્યારે દુનિયા આ રમતો માટે અહીં આવશે, ત્યારે અમે એક એવી ઇવેન્ટનું આયોજન કરીશું જે દરેક માટે હશે અને એક મહાન વારસો છોડી જશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે