Home> Sports
Advertisement
Prev
Next

માઇક ટાયસનની ભારતમાં પ્રથમ ટૂર, કહ્યું- ગરીબી બનાવે છે સારો બોક્સર

ટાયસન આ સમયે ભારતમાં કુમિતે 1 લીગના ઉદ્ધાટન માટે અહીંયા આવ્યા છે. આ ભારતની પ્રથમ વૈશ્વિક સંયુક્ત માર્શલ આર્ટ્સ એમએમએ લીગ છે જે શનિવારથી શરૂ થઇ ગઇ છે.

માઇક ટાયસનની ભારતમાં પ્રથમ ટૂર, કહ્યું- ગરીબી બનાવે છે સારો બોક્સર

મુંબઇ: બોક્સિંગની દુનિયાના બાદશાહ રહી ચુકેલા માઇક ટાઇસન શુકવારે પ્રથમ વખત ભારત આવ્યા હતા. એરપોર્ટ પર તેમને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ફેન્સ હાજર હતા. તેમણે એરપોર્ટની બહાર નિકળવા માટે સુરક્ષાકર્મિઓને ઘણી મુશ્કેલી પડી હતી. ટાયસન આ સમયે ભારતમાં કુમિતે 1 લીગના ઉદ્ધાટન માટે અહીંયા આવ્યા છે. આ ભારતની પ્રથમ વૈશ્વિક સંયુક્ત માર્શલ આર્ટ્સ એમએમએ લીગ છે જે શનિવારથી શરૂ થઇ ગઇ છે.

fallbacks

પોતાની જાતને ઝૂપડીઓમાંથી નિકાળનાર બોક્સર જણાવનાર પૂર્વ હેવિવેટ ચેમ્પિયન અમેરિકાને માઇક ટાયસનનું માનવું છે કે ગરીબીમાં રહેલો શખ્સ એક સારો બોક્સર બની શકે છે.

તમે જેટલા ગરીબ છો તેટલા સારા બોક્સર પણ
ટાયસન સૌથી ઓછી ઉંમરમાં હેવીવેટ ખિતાબ જીતનારા બોક્સક છે. તેમણે 20 વર્ષ, ચાર મહિના અને 22 દિવસની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો. ટાયસને આ પૂર્વ સંધ્યા પર પત્રકારોને કહ્યું હતું કે, ‘‘હું ઝૂપડામાં જન્મ્યો હતો અને મારુ સપનું હતું કે હું ઝૂપડામાંથી બહાર નિકળુ માટે આજે હું અહીંયા છું. જે કોઇ સખત મહેનત કરે છે તો ઝૂપડામાંથી બહાર નિકળી શકે છે.’’ તેમણે વધુમાં કહ્યું કે, ‘‘મારું માનવું છે કે તમે જેટલા ગરીબ છો તેટલા સારા બોક્સર પણ. સૌથી સફળ બોક્સર ઝૂપડામાંથી જ આવે છે. જે પણ બોક્સર ઝૂપડામાંથી આવે છે તે સફળ હોય છે.’’

fallbacks

ટાયસને મુંબઇના સ્લમ વિસ્તારમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એટલું જ નહિ, ભારતમાં ટાયસનની વધુ યોજનાઓ છે, તે તાજમહલ પણ જોવા માંગે છે.

50થી વધુ સ્પર્ધા જીત્યો છે ટાયસન
તેના કરિયરમાં રિકોર્ડ 50 મુકાબલા જીતનાર ટાયસને જ્યારે તેનો સૌથી મુશ્કેલ વિપક્ષીના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘‘કેટલાક સારા બોક્સર છે, લેનોક્સ લુઇસ, ઇવેંડર હોલીફીલ્ડ, બસ્ટર ડગ્લસ જેવા કેટલાક સારા નામ છે.’’ જ્યારે ટાયસનને પૂછવામાં આવ્યું કે શું તે એમએમએ જ્યારે પ્રથમ આવતો તો શું તમે તેની સાથે આવતા, ત્યારે તેણે કહ્યું ‘‘હું આ વિશે નથી કહી શકતો. એમએમએમાં આ લોકો વધુ પૈસા નથી આપતા અને હું પૈસાની સાથે જવા માંગુ છું.’’

ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ મહાસંધનું સમર્થ છે આ લગીને
માર્શલ આર્ટ્સ એમએમએ લીગની પહેલ મોહમેદાલી બુધવાનીએ કરી હતી. જેનો પ્રચારની ટોયમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ લીગને અખિલ ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ મહાસંધ (એઆઇએમએમએએફ)નું સમર્થન પણ પ્રાપ્ત છે. આ લીગના અંતર્ગત પ્રથમ વખત એમએમએ સ્પર્ધામાં અલગ અલગ ટીમો પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો સંયુક્ત અરબ અમીરાતની સાથે હશે. આ લીગથી જોડાયેલા દિગ્ગજ બોક્સર ટાઇસન 29 સપ્ટેમ્બરે લીગને લોન્ચ કરવા ભારત આવી ચુક્યા હતા. આ લીગનું આયોજન મુંબઇના વર્લીમાં એનએસસીઆઇ ડોમમાં થયું છે.
(ઇનપુટ આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More