Home> Sports
Advertisement
Prev
Next

ZEE Media ના સ્ટિંગ ઓપરેશન Game Over બાદ BCCI ચીફ સિલેક્ટર ચેતન શર્માની પણ થઈ ગઈ 'ગેમ ઓવર'

ઝી મીડિયાના ઓપરેશન #gameover ની મોટી અસર જોવા મળી છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રાજીનામું આપ્યું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને આ મોકલી દીધુ હતું જે સ્વીકારી લેવાયું છે. ઝી મીડિયાએ એક ગેમ ઓવર કરીને એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારબાદ આ અસર જોવા મળી છે.

ZEE Media ના સ્ટિંગ ઓપરેશન Game Over બાદ BCCI ચીફ સિલેક્ટર ચેતન શર્માની પણ થઈ ગઈ 'ગેમ ઓવર'

ઝી મીડિયાના ઓપરેશન #gameover ની મોટી અસર જોવા મળી છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રાજીનામું આપ્યું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને આ મોકલી દીધુ હતું જે સ્વીકારી લેવાયું છે. ઝી મીડિયાએ એક ગેમ ઓવર કરીને એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારબાદ આ અસર જોવા મળી છે. ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઈન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા  ખુલાસા કર્યા હતા. 

fallbacks

સ્ટિંગ ઓપરેશનમાં મોટા મોટા ખુલાસા
ચેતન શર્માએ Zee Media ના સ્ટિંગ ઓપરેશન Game Over માં સિલેક્શન સંલગ્ન મામલાઓ, કોહલી-ગાંગુલી વિવાદ, ખેલાડીઓની ફિટનેસ સહિત અનેક મુદ્દાઓ પર મોટા ખુલાસાઓ કર્યા હતા. ત્યારબાદ તેઓ વિવાદમાં ફસાયા હતા. ચેતન શર્માએ ઝી મીડિયાના ગુપ્ત કેમેરા સામે ખુલાસા કર્યા હતા કે ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓ ઈન્જેક્શન લઈને ફિટનેશ સર્ટિફિકેટ મેળવે છે. આ સાથે જ ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના  ખેલાડીઓને સિલેક્ટ અને ડ્રોપ કરવા ઉપર પણ ખુલાસા કર્યા હતા. 

વિરાટ-ગાંગુલી વિવાદ ઉપર પણ આપ્યું હતું નિવેદન
ચેતન શર્માએ સ્ટિંગમાં બીસીસીઆઈના પૂર્વ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે થયેલા વિવાદ અંગે પણ ખુલાસો કર્યો હતો. જેમાં વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમને જણાવ્યાં વગર જ કેપ્ટનશીપથી હટાવી દીધા હતા. 

જુઓ વીડિયો

બીજીવાર પદેથી હટાવવામાં આવ્યા
પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માને આ અગાઉ ગત વર્ષ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 વર્લ્ડ  કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ પણ હટાવવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ તેમને રિટેન કરાયા હતા. ચેતન શર્મા ચીફ સિલેક્ટર હતા તે વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું. ટીમ ઈન્ડિયા ચેતન શર્માના કાર્યકાળમાં એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More