Home> Sports
Advertisement
Prev
Next

Operation Sindoor: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે શું રદ થઈ જશે IPL ની મેચો? BCCI એ આપ્યું મોટું અપડેટ

Operation Sindoor: ભારતે પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરને અંજામ આપીને લીધો છે. ભારત પાકિસ્તાન વચ્ચે તંગ પરિસ્થિતિ જોતા હવે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આઈપીએલની મેચો ચાલુ રહેશે કે બંધ થઈ જશે? 

Operation Sindoor: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે શું રદ થઈ જશે IPL ની મેચો? BCCI એ આપ્યું મોટું અપડેટ

ભારતીય સેનાએ પહેલગામ આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરને અંજામ આપીને લીધો છે. સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બનેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. જેમાં ઢગલો આતંકીઓનો સફાયો થયો. ત્યારબાદ પાકિસ્તાને સરહદ પર ફાયરિંગ શરૂ કરી દીધુ છે. જેનો ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. ભારત અને પાકિસ્તાવ વચ્ચે વધેલા તણાવ વચ્ચે આઈપીએલ અંગે એક મોટા સમાચાર આવ્યા છે. 

fallbacks

આઈપીએલ મેચોનું શું થશે?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એક સૂત્રએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ન હાલની સીઝન પર આ તણાવની કોઈ અસર જોવા મળશે નહીં અને ટુર્નામેન્ટ સામાન્ય રીતે ચાલુ રહેશે. સૂત્રએ જણાવ્યં કે હાલની પરિસ્થિતિઓની આઈપીએલ શિડ્યુલિંગ અને મેચો પર કોઈ પ્રભાવ પડશે નહીં અને તે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ચાલતી રહેશે. આઈપીએલમાં બુધવારે કોલકાતામાં ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપરકિંમગ્સની ટીમો આમને સામને થશે. 

સાઉથ આફ્રિકામાં થઈ ચૂકી છે આઈપીએલ
નોંધનીય છે કે આ લીગને કેટલીક પરિસ્થિતિઓના કારણે અનેકવાર સ્થગિત કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત સ્થળોમાં પણ ફેરફાર થયા ચે. જો કે તેને સંપૂર્ણ રીતે રદ ક્યારેય કરાઈ નથી. સૌથી પહેલા 2009માં લોકસભા ચૂંટણીના કારણે લીગનું આયોજન પહેલીવાર દક્ષિણ આફ્રીકામાં કરાયું હતું. ત્યારબાદ 2014 સીઝન દરમિયાન લોકસભા ચૂંટણીના કારણે જ ટુર્નામેન્ટનો પહેલો ભાગ 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી યુએઈમાં આયોજિત કરાઈ હતી. જો કે 2 મેથી આઈપીએલ વળી પાછી ભારતમાં થવા લાગી હતી. 

કોરોના બાદ 2023થી ભારતમાં બધી મેચ
2020માં કોવિડ 19 મહામારીના કારણે આઈપીએલને સ્થગિત કરાઈ હતી. ટુર્નામેન્ટ માર્ચની જગ્યાએ સપ્ટેમ્બર 2020માં શરૂ થઈ હતી. ટુર્નામેન્ટને એકવાર ફરીથી યુએઈમાં ટ્રાન્સફર કરાઈ હતી. 2021 દરમિયાન ટુર્નામેન્ટ 9 એપ્રિલના રોજ ભારતમાં શરૂ થઈ હતી. ત્યારે ફક્ત  ચાર સ્થળો દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં મેચ આયોજિત કરાઈ હતી. જો કે 2 મેના રોજ મેચના દિવસ બાદ ટુર્નામેન્ટનો બાકી ભાગ  એકવાર ફરીથી સ્થગિત કરાયો હતો અને ભારતમાં કોવિડ 19 મહામારીની સ્થિતિના કારણે યુએઈમાં ટ્રાન્સફર કરાઈ હતી. ત્યારબાદ તેને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021થી યુએઈમાં આયોજિત કરાઈ હતી. 2022માં ટુર્નામેન્ટ ભારતમાં થઈ, પરંતુ ફક્ત ચાર સ્થળો મુંબઈ, પુણે, કોલકાતા અને અમદાવાદમાં મેચો થઈ. 2023થી આઈપીએલ ફરીથી એકવાર ભારતમાં થવા લાગી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More