Home> Sports
Advertisement
Prev
Next

વિરાટ-અનુષ્કા લૉકડાઉન દરમિયાન શું કરી રહ્યાં છે? જુઓ તસવીરો


ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અપીલ કરી છે કે લૉકડાઉન દરમિયાન લોકો ઘરેથી ન નિકળે અને કોરોના વાયરસ સામે લડવામાં સરકારી મદદ કરે.
 

વિરાટ-અનુષ્કા લૉકડાઉન દરમિયાન શું કરી રહ્યાં છે? જુઓ તસવીરો

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને કારણે હાલ તમામ ખેલાડી ક્રિકેટથી દૂર છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli)  અને તેની પત્ની અનુષ્કા શર્મા  (Anushka Sharma) એક સાથે સમય પસાર કરી રહ્યાં છે. તેને લઈને વિરાટે ટ્વીટર પર અનુષ્કાની સાથે 2 તસવીરો શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે, 'અમારૂ હાસ્ય નકલી હોઈ શકે છે, પરંતુ અમે તેવા નથી, ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.' 

fallbacks

ક્રિકેટની રમત હજુ થોભી ગઈ છેય આઈપીએલ 2015ને 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. આ સાથે ફિલ્મોનું શૂટિંગ પણ રદ્દ થઈ ચુક્યું છે, તેવામાં અનુષ્કા પણ ઘર પર પોતાના પતિનો સાથ આપી રહી છે. 15 એપ્રિલ સુધી દેશભરમાં લૉકડાઉન છે. સરકારે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે, વિરાટે પણ અપીલ કરી હતી કે લોકો કોરોના વાયરસ સામે લડવા ઘરની બહાર ન નિકળે. 

આ સ્ટાર જોડીએ કહ્યું હતું કે, તે પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં દાન કરશે. જેથી કોરોના વાયરસ જેી ખતરનાક બિમારી સામે લડવામાં મદદ મળી શકે. આ પહેલા અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે લૉકડાઉન દરમિયાન પતિ વિરાટના હેર કટ કરી રહી છે. 

લૉકડાઉનમાં આ 5 ક્રિકેટરો સોશિયલ મીડિયા પર વિવાદોમાં ફસાયા  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More