Home> Sports
Advertisement
Prev
Next

નવદીપ સૈનીએ પોતાના પર્દાપણ T20I મેચમાં તોડ્યો નિયમ, આઈસીસીએ સંભળાવી સજા

ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ પોતાના આ આરોપનો સ્વીકાર કર્યો છે અને પોતાને દોષી માનતા આઈસીસીના મેચ રેફરી જેફ ક્રો દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે.

નવદીપ સૈનીએ પોતાના પર્દાપણ T20I મેચમાં તોડ્યો નિયમ, આઈસીસીએ સંભળાવી સજા

નવી દિલ્હીઃ શનિવાર, 3 ઓગસ્ટના ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફ્લોરિડામાં રમાયેલી ત્રણ મેચોની સિરીઝના પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમ માટે પોતાનું પર્દાપણ કર્યું હતું. નવદીપ સૈની માટે આ ડ્રીમ પર્દાપણ રહ્યું, કારણ કે તે મુકાબલામાં નવદીપ સૈનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. 

fallbacks

નવદીપ સૈનીએ આ મુકાબલામાં 4 ઓવરમાં કુલ 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જેમાં ઈનિંગની 20મી ઓવર મેડન રહી હતી. આ ઓવરમાં નવદીપ સૈનીએ કિરોન પોલાર્ડને LBW આઉટ કર્યો હતો, પરંતુ હવે આ મેચમાં એક ઘટના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ નિયમ તોડવા માટે સૈનીને સજા સંભળાવી છે. 

નવદીપ સૈનીને આઈસીસીના ડોક ઓફ કંડક્ટને તોડવા માટે સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે. નવદીપ સૈનીને આઈસીસીના આર્ટિકલ 2.5ને તોડવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ વિશે આઈસીસીનું માનવું છે કે નવદીપ સૈનીએ ખેલાડીને આઉટ કર્યાં બાદ તેના વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા કંઇક ઇશારો કર્યો હતો, જે ખેલાડીને ભડકાવવા પર મજબૂત કરી શકે છે. 

વિરાટને આશા- વોશિંગટન સુંદર બનશે ટીમ ઈન્ડિયાનો એક્સ ફેક્ટર 

આ વાત માટે આઈસીસીએ નવદીપ સૈનીના ખાતામાં એક ડેમેરિટ પોઈન્ટ જોડી દીધો છે. આ મામલો તે સમયનો છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ચોથી ઓવરમાં નિકોલસ પૂરનને આઉટ કર્યાં બાદ નવદીપ સૈનીએ કંઇક ઈશારો કર્યો હતો. 

ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ પોતાના આ આરોપનો સ્વીકાર કર્યો છે અને પોતાને દોષી માનતા આઈસીસીના મેચ રેફરી જેફ ક્રો દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે. તેવામાં હવે આ ખેલાડી પર કોઈપણ પ્રકારની સુનાવણી થશે નહીં. મેદાની અમ્પાયર નિગેલ ડુગેડ અને ગ્રેગરી બ્રેથવેટ, થર્ડ અમ્પાયર સેલલે રેફર અને ફોર્થ અમ્પાયર પૈટ્રિક ગસ્ટર્ડે નવદીપ સૈની પર આ ચાર્જ લગાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More