રાવલપિંડીઃ શાહીન આફ્રિદી (53-4)ના નેતૃત્વમાં પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાની ક્રિકેટ ટીમે રાવલપિંડી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શુક્રવારે બાંગ્લાદેશને પ્રથમ ઈનિંગમાં 233 રન પર ઓલઆઉટ કરી દીધું હતું.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહેલી મહેમાન ટીમ ઘાસયુક્ત વિકેટ પર 82.5 ઓવર સુધી જ પાકિસ્તાનના બોલરોનો સામનો કરી શકી હતી. તેના ચાર બેટ્સમેનો તો બે આંકડાના સ્કોર સુધી ન પહોંચી શક્યા જ્યારે મુહમ્મદ મિથુને શાનદાર અડધી સદી ફટકારી હતી. 140 બોલ પર 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારનાર મિથુન સિવાય નજુમલ હુસૈન શાંતોએ 44, કેપ્ટન મોમિનુલ હકે 30, મહમૂદુલ્લાહે 25, લિટન દાસે 33 અને તાઇજુલ ઇસ્લામે 24 રનની ઈનિંગ રમી હતી. નજમુલે 110 બોલ પર છ ચોગ્ગા ફટકાર્યા જ્યારે કેપ્ટને 59 બોલની ઈનિંગમાં પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી.
પાકિસ્તાન તરફથી શાહીન સિવાય મુહમ્મદ અબ્બાસ અને હારિસ સોહેલે બે-બે જ્યારે નસીમ શાહને એક સફળતા મળી હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાનના બોલરોની બોલિંગ ઘાતક રહી હતી. ખાસ કરીને શાહીન આફ્રિદી ઘાતક સાબિત થયો હતો. તેણએ બાંગ્લાદેશ ટીમના મુખ્ય ત્રણ બેટ્સમેનો સિવાય નિચલા ક્રમના એક બેટ્સમેનને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો.
શાહીને ટીમના ઓપનિંગ બેટ્સમેન સૈફ હસનને શૂન્ય રન પર આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાનો બીજો શિકાર કેપ્ટન મોમિનુલ હકને બનાવ્યો, જે 30 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ તેણે મહમૂદુલ્લાહને આઉટ કરીને પોતાની ત્રીજી સફળતા મેળવી હતી. આફ્રિદીએ રૂબેલ હુસેનને આઉટ કરીને પોતાની ચોથી સફળતા મેળવી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે