Home> Sports
Advertisement
Prev
Next

PAK vs NZ: અમ્પાયરને વાગ્યો બોલ પાકિસ્તાની ખેલાડી દબાવવા લાગ્યો પગ, જુઓ વીડિઓ

Pakistan vs New Zealand: ન્યૂઝીલેન્ડે બીજી વનડે મેચમાં પાકિસ્તાનને 79 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના ફીલ્ડર મોહમ્મદ વસીમ જૂનિયરનો થ્રો અમ્પાયર અલીમ ડારને લાગી ગયો, ત્યારબાદ તે ગુસ્સે થયા હતા. 

PAK vs NZ: અમ્પાયરને વાગ્યો બોલ પાકિસ્તાની ખેલાડી દબાવવા લાગ્યો પગ, જુઓ વીડિઓ

કરાચીઃ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની વનડે સીરીઝની બીજી મેચ 11 જાન્યુઆરી, બુધવારે કરાચીમાં રમાઈ હતી. જેમાં, ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વિલિયમસનનો આ નિર્ણય અમુક હદ સુધી સાચો પણ હતો. ટીમને શરૂઆતમાં 2 રનના સ્કોર પર પ્રથમ ઓવરના પાંચમા બોલ પર મોટો ફટકો લાગ્યો હતો. ટીમનો ઝડપી બેટ્સમેન ફિન એલન 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી બીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી જોવા મળી હતી.

fallbacks

વીડિયો વિશે વાત કરીએ તો, વસીમ જુનિયરે ફિલ્ડિંગ કરતી વખતે નોન-સ્ટ્રાઈકરના છેડે બોલ ફેંક્યો હતો. પરંતુ તે તેને સીધી દિશામાં ફેંકી શક્યો ન હતો અને બોલ અમ્પાયર અલીમ દારને વાગ્યો હતો. બોલ વાગતા જ અલીમ ડારે ગુસ્સામાં પોતાના હાથમાં રહેલી જર્સી ફેંકી દીધી હતી. આ પછી તમામ પાકિસ્તાની ક્રિકેટર અલીમ દાર પાસે ગયા અને નસીમ શાહ તેમના પગને દબાવતા દેખાયો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. અને લોકો આ ઘટના અંગે મજેદાર રિએક્શન પણ આપ્યા હતા.

મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 261 રન કર્યા હતા. જ્યારે, પાકિસ્તાન 182 રને ઓલઆઉટ થયું હતું. અને ન્યૂઝીલેન્ડ 79 રનથી જીત્યું હતું. પાકિસ્તાને પ્રથમ વનડેમાં જીત મેળવી હતી, જ્યારે કીવીએ બીજી વનડેમાં વાપસી કરતા યજમાન ટીમને પરાજય આપ્યો છે. ન્યૂઝીલેન્ડની જીત બાદ ત્રણ મેચની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. નોંધનીય છે કે આ પહેલાં રમાયેલી બે મેચની ટેસ્ટ સિરીઝ પણ 0-0થી ડ્રો રહી હતી. 

આ પણ વાંચોઃ 16 ટીમ, 4 ગ્રુપ, બે સ્ટેડિયમ, ભારતમાં 13 જાન્યુઆરીથી શરૂ થશે હોકી World Cup 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More