Home> Sports
Advertisement
Prev
Next

pak vs sl test: 13 વર્ષ બાદ ઘરમાં ટેસ્ટ જીત્યું પાકિસ્તાન, શ્રીલંકાને હરાવ્યું

પાકિસ્તાને પાંચમાં અને અંતિમ દિવસે શ્રીલંકાને 212 રન પરાજય આપીને બે મેચોની ટેસ્ટ સિરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી છે. 
 

pak vs sl test: 13 વર્ષ બાદ ઘરમાં ટેસ્ટ જીત્યું પાકિસ્તાન, શ્રીલંકાને હરાવ્યું

કરાચીઃ પાકિસ્તાને 10 વર્ષ બાદ પોતાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની ઉજવણી કરતાં બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 263 રનથી હરાવીને સિરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી છે. પાકિસ્તાનને પાંચમાં અને અંતિમ દિવસે શ્રીલંકાની અંતિમ ત્રણ વિકેટ ઝડપીને મેચ જીતવા માટે 14 મિનિટ અને 16 બોલનો સમય લાગ્યો હતો. શ્રીલંકાની ટીમ બીજી ઈનિંગમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

fallbacks

નસીમ શાહનો રેકોર્ડ
પાકિસ્તાને રવિવારે શ્રીલંકાની સામે જીત માટે 476 રનનો લક્ષ્ય રાખ્યો હતો. સવારે તેણે સાત વિકેટ પર 212 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. નસીમ શાહે પાંચ વિકેટ ઝડપી જે 16 વર્ષ 307 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવનાર બીજો સૌથી યુવા બોલર બન્યો છે. પાકિસ્તાનના પૂર્વ સ્પિનર નસીમ ઉલ ગની ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપનાર સૌથી યુવા બોલર છે. તેમણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જોર્જટાઉનમાં 16 વર્ષ 303 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી. 

Year Ender : 2019માં ભારતીય ટીમ રહી બેતાજ બાદશાહ, વિજયથી માંડી રન-વિકેટમાં ટોચ પર

ત્યારે માત્ર 6 વર્ષનો હતો નસીમ
નસીમ તે સમયે માત્ર છ વર્ષનો હતો જ્યારે લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંધ થઈ ગયું હતું. આ જીતની સાથે પાકિસ્તાન 80 પોઈન્ટ મેળવીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 

પાકિસ્તાનને આ જીતથી 60 અને ડ્રો થયેલી પ્રથમ ટેસ્ટથી 20 પોઈન્ટ મળ્યા છે. ચેમ્પિયનશિપમાં કુલ 9 ટીમ રમી રહી છે જેમાં ભારત (360 પહેલા) અને ઓસ્ટ્રેલિયા (216) બીજા સ્થાન પર છે. તેની ફાઇનલ જૂન 2021મા ટોચના બે દેશો વચ્ચે રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More