નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ઈંગ્લેન્ડની પુરૂષ ટીમ 16 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. પાકિસ્તાનના પ્રવાસ પર ઈંગ્લેન્ડની ટીમ ઓક્ટોબર 2021મા જશે. ઈંગ્લેન્ડની ટીમ 12 ઓક્ટોબરે કરાચી પહોંચશે અને બંન્ને ટીમ સિરીઝ બાદ આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ માટે ભારત માટે પ્રસ્થાન કરશે.
— Pakistan Cricket (@TheRealPCB) November 18, 2020
2021મા થશે પ્રવાસ
પાકિસ્તાનની ટીમ 14 અને 15 ઓક્ટોબરે કરાચીમાં બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પીસીબીએ ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મંગળવારે સાંજે પ્રવાસની પુષ્ટિ કરી છે. ઈંગ્લેન્ડ અને પાક વચ્ચે 14 અને 15 ઓક્ટોબર 2021મા કરાચીમાં બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
ટૂંક સમયમાં પિતા બનનારા વિરાટ કોહલીએ માસૂમ બાળકો માટે ઉઠાવ્યું ભાવુક પગલું
છેલ્લે 2005મા કર્યો હતો પ્રવાસ
ઈંગ્લેન્ડે છેલ્લે 2005મા પાકિસ્તાનનો પ્રવાસ કર્યો, જ્યારે તેણે ત્રણ ટેસ્ટ અને પાંચ વનડે મેચ રમી હતી. 2012 અને 2015મા બંન્ને ટીમો વચ્ચે સિરીઝ સંયુક્ત અરબ અમીરાતમાં રમાઈ હતી. ઈસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી ટોમ હેરિસને કહ્યુ છે, 'આ જાહેરાત કરવાની એક વાસ્તવિક ખુશી છે કે ઈંગ્લેન્ડની ટીમ ઓક્ટોબર 2021મા પાકિસ્તાનનો પ્રવાસ કરશે અને તે ટીમ ભારતમાં ટી20 વિશ્વકપ રમશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે