Home> Sports
Advertisement
Prev
Next

હોટલમાં છોકરીઓ સાથે ઝડપાયો હતો આ ક્રિકેટર, પરિવારે પિતરાઈ બહેન સાથે કરાવી દીધા હતા લગ્ન

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને હોટલના રૂમમાંથી છોકરીઓ સાથે મળી આવવાની કિંમત ચૂકવવી પડી હતી. ત્યાર બાદ ક્રિકેટ બોર્ડે તેના પર ICC ચેમ્પિયન ટ્રોફી રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે તેના પરિવારે  20 વર્ષની ઉંમરે તેના પિતરાઈ બહેન સાથે લગ્ન કરાવ્યા હતા.

હોટલમાં છોકરીઓ સાથે ઝડપાયો હતો આ ક્રિકેટર, પરિવારે પિતરાઈ બહેન સાથે કરાવી દીધા હતા લગ્ન

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વિશે એક એવી શરમજનક કહાણી છે, જેને સાંભળ્યા બાદ તેના પરિવારજનોએ પણ તેને ઠપકો આપ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. આ ઘટના બાદ તેણે તેના મામાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ ટીમ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ ટીમનો એક એવો ખેલાડી હતો જેનો વિવાદો સાથે ઊંડો સંબંધ હતો. શાહિદ આફ્રિદીએ પોતાની વિસ્ફોટક બેટિંગ અને સચોટ બોલિંગના આધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. 

fallbacks

3 ક્રિકેટરો પકડાયા હતા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિસ્ફોટક ઈનિંગ્સ રમીને લાઇમલાઇટમાં આવેલા પાકિસ્તાનના શાહિદ આફ્રિદી વિવાદો સાથે ઊંડે સુધી જોડાયેલા હતા. વર્ષ 2000માં એક એવી ઘટના બની જેણે તેનું જીવન બદલી નાખ્યું. પાકિસ્તાનની ટીમ સિંગાપુરમાં ત્રિકોણીય શ્રેણીમાં રમવાની હતી. પાકિસ્તાન આ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સાથે રમવાનું હતું. જેના એક દિવસ પહેલા શાહિદ આફ્રિદી કરાંચીની એક હોટલમાં યુવતીઓ સાથે જોવા મળ્યો હતો. તેની સાથે અન્ય બે ખેલાડી પણ હતા. પાકિસ્તાનનો આ પૂર્વ કેપ્ટન અતીક ઉઝ જમાન અને હસન રઝા સાથે હોટલના રૂમમાં છોકરીઓ સાથે જોવા મળ્યો હતો.

પીસીબીએ પ્રતિબંધ મૂક્યો હતો
આ ઘટના બાદ તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. ત્રણેય ખેલાડીઓને પોતપોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. શાહિદ આફ્રિદીએ કહ્યું કે તેને ફસાવમાં આવ્યો છે. છોકરીઓ ઓટોગ્રાફ લેવા રૂમમાં આવી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોર્ડે તેના પર ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સાથે તેના પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

પરિવારે કઝિન સાથે પરણાવી દીધો
હોટલના રૂમમાં યુવતીઓ સાથે મળી આવવાની ઘટના બાદ શાહિદ આફ્રિદીએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે આ ઘટના બાદ તેના પરિવારના સભ્યો તેને ઠપકો આપતા રહેતા હતા. આ ઘટનાની અસર એ થઈ કે માત્ર 20 વર્ષની ઉંમરે તેના પરિવારે તેના લગ્ન તેની પિતરાઈ બહેન નાદિયા સાથે કરાવી દીધા.વ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More