Home> Sports
Advertisement
Prev
Next

મેદાન પર PAK ફેન્સે સરફરાઝને મુક્યો શરમમાં, જાડો-જાડો કહી ઉડાવી મજાક, Video

આ હાર બાદ તમામ પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાનના કેપ્ટને મેદાનની વચ્ચે જ શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. 

મેદાન પર PAK ફેન્સે સરફરાઝને મુક્યો શરમમાં, જાડો-જાડો કહી ઉડાવી મજાક, Video

નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ રવિવારે રમાયેલી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ મેચમાં 89 રનથી હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તમામ પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાનના કેપ્ટને મેદાનની વચ્ચે જ શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. પાક ટીમના ખેલાડીઓની ફિટનેસથી પાકિસ્તાનની ફેન્સ ખુબ નારાજ છે ખાસ કરીને કેપ્ટન સરફરાઝ અહમદની ફિટનેસથી. 

fallbacks

ફેન્ચ એટલા નારાજ હતા કે તેણે ભારત વિરુદ્ધ મેચ હાર્યા બાદ મેદાન વચ્ચે પાકિસ્તાની કેપ્ટનની આબરૂના ધજાગરા કરી દીધા હતા. પાકિસ્તાની ફેન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાક કેપ્ટન સરફરાઝ અહમદને 'મોટો-મોટો સરફરાઝ' કહીને બોલાવી રહ્યાં છે. 

માનચેસ્ટરના સ્ટેડિયમમાં આ સાંભળવા મળ્યું હતું. મેચ બાદ કેટલાક ફેન્ચ ભારતીય ટીમને સમર્થન કરતા જોવા મળ્યા તો કેટલાક ખેલાડીઓએ પાક ટીમની મજા લીધી હતી. એક ફેને સરફરાઝને જાડો-જાડો કહ્યો હતો. સરફરાઝની સાથે તે સમયે કોચ મિકી આર્થર હાજર હતા, પરંતુ તેમનું ધ્યાન જોર-શોરથી રાડો પાડી રહેલા દર્શકો તરફ ન ગયું. 

પરંતુ સરફરાઝ પાછળ ફરીને જોઈ રહ્યો હતો કે અંતે કઈ રીતે દર્શકો તેની મજાક ઉડાવી રહ્યાં છે. ભારત સામે હાર બાદ પાકિસ્તાની ફેન્સ પાક ખેલાડીઓનું અપમાન કરી રહ્યાં છે. ભારત સામે મેચ હાર્યા બાદ પાકિસ્તાની ટીમ 9મા સ્થાન પર છે અને તે 23 જૂને પોતાનો આગામી મુકાબલો આફ્રિકા વિરુદ્ધ લંડનમાં રમશે. 

ફેન્સ જ નહીં આ પહેલા પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ સરફરાઝની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. અખ્તરે કહ્યું હતું, સરફરાઝ જ્યારે ટોસ માટે આવે છે ત્યારે તેનું મોટુ પેટ બહાર નિકળેલું હોય છે. તેનું મોઢુ પણ ખુબ મોટુ દેખાઈ રહ્યું છે. તે પહેલો એવો કેપ્ટન છે, જે આટલો અનફિટ છે. 

અખ્તરે કહ્યું, મેં આટલો અનફિટ કેપ્ટન જોયો નથી. કીપિંગમાં પણ તેને સમસ્યા થઈ રહી છે. ટીમની પસંદગી ક્યા આધારે થઈ રહી છે તે મને સમજાતું નથી. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More