PAK vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડ અને યજમાન પાકિસ્તાન આમને સામને છે. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. મેચના બીજા જ બોલ પર પાકિસ્તાન માટે ખરાબ સમાચાર આવ્યા હતા, ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેનને ઈજા થતાં મેદાન છોડવું પડ્યું હતું. આ બેટ્સમેન બાઉન્ડ્રી બચાવવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો હતો.
Champions Trophy: પાકિસ્તાન આજે હાર્યું તો ભારત સીધું સેમિફાઇનલમાં! આવો છે Game Plan
સ્ટાર ઓપનર ઈજાગ્રસ્ત
પાકિસ્તાનનો ઓપનર બેટ્સમેન ફખર ઝમાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. બાઉન્ડ્રી બચાવવાના પ્રયાસમાં ફખર ઘાયલ થયો હતો, ત્યારબાદ તે તરત જ મેદાન છોડીને બહાર બેઠો જોવા મળ્યો હતો અને પીડાથી કણસતો હતો. જો કે, તેની ઈજા કેટલી ગંભીર છે કેમ તે અંગે વધુ માહિતી મળી નથી, પરંતુ જો તે આગળ રમી શકશે નહીં તો પાકિસ્તાન માટે તે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
મસ્ક ગુજરાતમાં ખોલશે Tesla ની ફેક્ટરી! 3-5 અબજ ડોલરના રોકાણની આશા, જાણો વિગત
કેવી રીતે ઈજાગ્રસ્ત થયો ?
ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે ઓવરના બીજા બોલ પર ન્યૂઝીલેન્ડના ઓપનરે શાનદાર કવર ડ્રાઈવ ફટકારી હતી. ફખર બોલને બાઉન્ડ્રી સુધી પહોંચતા રોકવા પાછળ દોડ્યો હતો. જો કે, તેણે ચોક્કસપણે બાઉન્ડ્રી બચાવી હતી, પરંતુ તે ઈજાગ્રસ્ત થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ખૂબ જ દર્દ અનુભવી રહ્યો છે. આ પછી તરત જ ફખરને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ કામરાન ગુલામને ફિલ્ડિંગ માટે બોલાવવામાં આવ્યો હતો. ડ્રેસિંગ રૂમમાં જતા પહેલા ફખર ઝમાન ફિઝિયો સાથે તેની પીઠના ડાબા ભાગ તરફ ઈશારો કરતો જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે