Home> Sports
Advertisement
Prev
Next

વડાપ્રધાન ઇમરાન ખાનની સરફરાઝને સલાહ- ટીમમાં વાપસી માટે ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન આપે


પાછલા મહિને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની ઘરેલૂ ટી20 સિરીઝમાં પાકિસ્તાનનો સફાયો થઈ ગયો હતો. ત્યારબાદ સરફરાઝને કેપ્ટન પદેથી હટાવવાની સાથે ટીમમાથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.

વડાપ્રધાન ઇમરાન ખાનની સરફરાઝને સલાહ- ટીમમાં વાપસી માટે ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન આપે

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને કેપ્ટન પદેથી હટાવવામાં આવેલ સરફરાઝ અહમદને (sarfaraz ahmed) પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (pakistan pm imran khan) ડોમેસ્ટિક ક્રિકેટ (domestic cricket) પર ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ટી20 ક્રિકેટથી (T20 Cricket) કોઈ ખેલાડીના પ્રદર્શન અને ફોર્મની સમીક્ષા ન થવી જોઈએ. તેના માટે ટેસ્ટ (test cricket) અને વનડે ક્રિકેટ (odi cricket) યોગ્ય માપદંડ છે. રાષ્ટ્રીય ટીમમાં વાપસી માટે સરફરાઝે ડોમેસ્ટિક ક્રિકેટ પર વધુ ધ્યાન આપવું જોઈએ. 

fallbacks

પાછલા મહિને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની ઘરેલૂ ટી20 સિરીઝમાં પાકિસ્તાનનો સફાયો થઈ ગયો હતો. ત્યારબાદ સરફરાઝને કેપ્ટન પદેથી હટાવવાની સાથે ટીમમાથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. સરફરાઝ સાથે થયેલા આ વર્તન બાદ તેના શહેર કરાચીમાં પીસીબી વિરુદ્ધ પ્રદર્શન પણ થયું હતું. 

ઇમરાને મિસ્બાહને કોચ બનાવવાનું સમર્થન કર્યું
પીસીબીના પૈટ્રન-ઇન-ચીફ ઇમરાન ખાને મિસ્બાહ ઉલ હકને મુખ્ય પસંદગીકાર અને હેડ કોચ બનાવવાના નિર્ણયનું પણ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, 'મિસ્બાહને કોચ બનાવવાનો નિર્ણય યોગ્ય છે. તે ઈમાનાદર અને નિષ્પક્ષ વ્યક્તિ છે. તેની પાસે રમતનો લાંબો અનુભવ છે. કોચ તરીકે તેના નેતૃત્વમાં ટીમ વનડે અને ટેસ્ટ બંન્નેમાં સારૂ કરશે. તેનામાં નવા ખેલાડીઓને શોધવાની ક્ષમતા છે.'

ATP finals: ડોમિનિક થીમને હરાવી સિત્સિપાસ બન્યો ચેમ્પિયન, મળ્યું 19 કરોનું ઇનામ  

ડોમેસ્ટિક ક્રિકેટમાં સિસ્ટમમાં ફેરફારથી ફાયદો થશે
ઇમરાને નવી ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ સિઝનનું પણ સમર્થન કર્યું છે. આ સિઝનમાં માત્ર 6 પ્રાદેશિક ટીમો વચ્ચે ટક્કર થશે. તમામ મુકાબલા હોમ અને અવે આધાર પર રમાશે. એટલે કે એકવાર ટીમ વિરોધી વિરુદ્ધ પોતાના મેદાન પર અને બીજી મેચ તેના ઘરમાં રમશે. ઇમરાન પ્રમાણે, તેનાથી ઘરેલૂ ક્રિકેટ સિસ્ટમમાં સુધાર થશે. જો આપણી ઘરેલૂ ક્રિકેટ સિસ્ટમમાં સુધાર થાય છે તો તેનાથી પાકિસ્તાન ક્રિકેટ જરૂર આગળ જશે. 

લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More