નવી દિલ્હીઃ યૂએઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 0-5થી વનડે સિરીઝ ગુમાવનારી પાકિસ્તાન ટીમની ચારેબાજુ ટીક્કા થઈ રહી છે. પાકિસ્તાન મીડિયા પોતાની ક્રિકેટ ટીમની વિશ્વકપ માટેની તૈયારીઓ પર સવાલ ઉઠાવી રહી છે. તો આ હાર વચ્ચે પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના કારણે હવે તે મુંજવણ અનુભવી રહ્યો છે.
યાસિર શાહનો પોતાની ફીમેલ ફેનની સાથે એક Tik-Tok વીડિયો વાયરલ થઈ ગયો છે, જેમાં તે 'મેં સિર્ફ તેરા રહુંગા' ગિત પર એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો યાસિર શાહે ફીમેલ ફેનની માગ પર બનાવ્યો પરંતુ હવે તેને તેના પર શરમ આવી રહી છે. ખુદ પાકિસ્તાનના કોચ મિકી આર્થરે તેની જાણકારી આપી છે.
“Mai Sirf Tera Raho Ga” #YasirShah #TikTok pic.twitter.com/J8ZDF7CK32
— Thakur (@ThakurHassam) April 1, 2019
Geo TV પ્રમાણે મિકી આર્થરે કહ્યું, યાસિર શાહ આ વીડિયોને લઈને શરમ અનુભવી રહ્યો છે. હું તેને એરપોર્ટ પર મળ્યો અને 5થી 10 મિનિટ વાતચીત કરી હતી. પરંતુ આ ઘટના નિર્દોષતાથી ભરેલી છે. મહત્વનું છે કે, હાલમાં પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં કારમો પરાજય થયો છે.
'હૈટ્રિક મેન' સૈમ કરને યુવરાજ સિંહના 10 વર્ષ જૂના IPL રેકોર્ડનું કર્યું પુનરાવર્તન
યાસિર શાહનું પ્રદર્શન પણ આ સિરીઝમાં ખરાબ રહ્યું હતું. તેણે 5 વનડે મેચોમાં 4 વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે