Mohammad Amir Personal Life: પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને નરજીસ ખાતૂનની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. હકીકતમાં આ એ દિવસોની વાત છે જ્યારે વર્ષ 2010માં મોહમ્મદ આમિરનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું. મોહમ્મદ આમિરની પત્ની નરજીસ ખાતૂન બ્રિટિશ નાગરિક છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ આમિરને સ્પોટ ફિક્સિંગના આરોપમાં 2010 થી 2015 સુધી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. તત્કાલિન કેપ્ટન સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફને 2010માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ફિક્સિંગમાં દોષી ઠેરવ્યા બાદ ICC દ્વારા 2011માં 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
ગરમીની મહાભયંકર આગાહી : બેવડી ઋતુના માર બાદ ગુજરાતમાં ભયાનક ગરમી પડશે, નવી આગાહી
જેલમાં સજા ભોગવી રહ્યો હતો આ ક્રિકેટર
મોહમ્મદ આમિરના સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફ અને ત્યાર પછીના કેપ્ટન સલમાન બટ્ટને 2010ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝ દરમિયાન સ્પોટ ફિક્સિંગમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બ્રિટિશ કોર્ટે તેમને નવેમ્બર 2011માં છ મહિનાની જેલની સજા ફટકારી હતી. મોહમ્મદ આમિરને લગભગ અડધો વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું.
'છાવા'ની બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી, 3 દિવસમાં જ ધૂરંધર ફિલ્મોની પાછળ છોડી
પોતાના જ વકીલ સાથે કર્યા લગ્ન
આમિરનો કેસ પાકિસ્તાની મૂળની બ્રિટિશ નાગરિક નરજીસ ખાતૂન લડી રહી હતી. આ દરિયાન નરજીસ ખાતૂન અને મોહમ્મદ આમિરની નિકટતા વધવા લાગી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. મેચ ફિક્સિંગમાં ફસાયા બાદ આમિર પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મોહમ્મદ આમિર અને નરજીસ ખાતૂને વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. મોહમ્મદ આમિરે 2016માં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી.
સસ્તા પેની સ્ટોકે બોનસ શેરની કરી જાહેરાત, 1 પર 1 મફત શેર આપશે આ નાની કંપની
શું હતો સમગ્ર મામલો ?
ઓગસ્ટ 2010માં લોર્ડ્સ ક્રિકેટ ટેસ્ટમાં બુકી મઝહર મજીદ સાથે ત્રણ ક્રિકેટરોએ સ્પોટ ફિક્સિંગ કર્યું હતું. આ સમગ્ર કેસમાં સ્પોટ ફિક્સિંગની તમામ ઘટનાઓ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મેચના એક દિવસ પહેલા દરેક નો બોલ ક્યારે ફેંકવામાં આવશે ? આ માટે આરોપી ક્રિકેટરોએ મોટી રકમ લીધી હતી. આ ટેસ્ટ મેચમાં કેપ્ટન સલામાન બટ્ટની સૂચના પર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમીરે અનુક્રમે એક અને બે નો બોલ ફેંક્યા હતા. આમિર પાકિસ્તાનની ટીમનો ભાગ હતો જેણે 2009 T20 વર્લ્ડ કપ જીતવા સિવાય 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જે સમયે તે સ્પોટ ફિક્સિંગ વિવાદમાં ફસાયો હતો તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે