Home> Sports
Advertisement
Prev
Next

IND vs PAK: 'ખૂબ જ મુશ્કેલ લાગે છે...', ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાની દિગ્ગજે સ્વીકારી હાર! જુઓ Video

Champions Trophy 2025: આ પૂર્વ ક્રિકેટર વીડિયોમાં કહી રહ્યો છે કે હવે પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ભારતીય ટીમ ખૂબ જ મજબૂત છે, તે ભારતીય ટીમને હરાવવી મુશ્કેલ લાગે છે.
 

IND vs PAK: 'ખૂબ જ મુશ્કેલ લાગે છે...', ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાની દિગ્ગજે સ્વીકારી હાર! જુઓ Video

IND vs PAK:  ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ સામે 60 રનના મોટા માર્જિનથી પરાજય થયો હતો. આ હાર બાદ, યજમાન પાકિસ્તાન માટે ભારત સામે કરો યા મરો જેવી મેચ હશે. મોહમ્મદ રિઝવાનના નેતૃત્વ હેઠળની પાકિસ્તાને ભારત સામે કોઈપણ કિંમતે જીત મેળવવી પડશે. 

fallbacks

પરંતુ શું પાકિસ્તાની ટીમ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને હરાવી શકશે? પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે ભારતને હરાવવું ખૂબ મુશ્કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે મોહમ્મદ રિઝવાન અને પાકિસ્તાન ટીમ આક્રમક ક્રિકેટ રમવામાં નિષ્ફળ ગઈ છે.

'ભારતીય ટીમને હરાવવી મુશ્કેલ લાગે છે, પણ...'

શોએબ અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શોએબ અખ્તર ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યો છે. શોએબ અખ્તર વીડિયોમાં કહી રહ્યો છે કે હવે પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ભારતીય ટીમ ખૂબ જ મજબૂત છે, તે(પાકિસ્તાનની ટીમને) ભારતીય ટીમને હરાવવી મુશ્કેલ લાગે છે, પરંતુ શુભેચ્છાઓ પાકિસ્તાની ટીમ સાથે છે. મને વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ ભારતને હરાવવામાં સફળ રહેશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ટીમ પાસે બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ તમે ચોક્કસપણે આક્રમક ક્રિકેટ રમી શકો છો..

 

'પાકિસ્તાન સંપૂર્ણપણે અલગ ક્રિકેટ રમી રહ્યું છે, બાકી દુનિયા...'

આ વીડિયોમાં શોએબ અખ્તર કહી રહ્યો છે કે તમે પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ મેચ જોઈ હશે. તમે પણ મારા જેટલા નિરાશ થશો. પાકિસ્તાન એકદમ અલગ પ્રકારનું ક્રિકેટ રમી રહ્યું છે, પાકિસ્તાનનું ક્રિકેટ બાકીના વિશ્વ કરતાં સંપૂર્ણપણે અલગ છે, આ ટીમ એક અલગ પ્રકારનું ક્રિકેટ રમી રહી છે. તમારી પાસે કોઈ ઇમ્પેક્ટ પ્લેયર નથી, તમારા ખેલાડીઓનો સ્ટ્રાઇક રેટ ખૂબ ઓછી છે, તમારા ખેલાડીઓ 100 ના સ્ટ્રાઇક રેટથી રમી શકતા નથી. તેમણે કહ્યું કે અમારા બોલરો સરળતાથી રન આપી રહ્યા છે. પાકિસ્તાનની ટીમમાં ફક્ત 4 બોલર છે, જ્યારે અન્ય ટીમો પર નજર નાખો તો દરેક પાસે ઓછામાં ઓછા 6-7 બોલર હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More