Home> Sports
Advertisement
Prev
Next

Paralympics 2024: ભારતને મળ્યો વધુ એક ઝટકો, ટોક્યોમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી સસ્પેન્ડ

BWF એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે અને તેઓ પેરિસ 2024 પેરાલિમ્પિક રમતમાં ભાગ લઈ શકશે નહીં.

Paralympics 2024: ભારતને મળ્યો વધુ એક ઝટકો, ટોક્યોમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી સસ્પેન્ડ

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન(BWF) એ જાહેરાત કરી છે કે ભારતને ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનારા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ સંબંધિત નિયમોના ભંગને કારણે 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. તેઓ હવે પેરિસ પેરાલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ શકશે નહીં. પેરિસમાં પેરાલિમ્પિક 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. 

fallbacks

BWF એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે અને તેઓ પેરિસ 2024 પેરાલિમ્પિક રમતમાં ભાગ લઈ શકશે નહીં. પ્રમોદ ભગત પર એન્ટી ડોપિંગ ડિવિઝન કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CSA)એ દોષિત ઠરવા બદલ કાર્યવાહી કરી છે. 

BWF તરફથી જણાવાયું કે એન્ટી ડોપિંગ ડિવિઝન કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટે પ્રમોદ ભગતને 12 મહિનાની અંદર 3વાર પોતાના ઠેકાણા અંગે જાણકારી આપવા કહ્યું હતું પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ 1 માર્ચ 2024ના રોજ CSA એ તેમને દોષિત ઠેરવીને 18 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો. પ્રમોદે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી પરંતુ 29 જુલાઈના રોજ CSA અપીલ ડિવિઝને તેને ફગાવી દીધી હતી. 

કેવું રહ્યું છે પ્રમોદનું પ્રદર્શન
ટોક્યો પેરાલિમ્પિક 2020માં પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે પણ તેઓ શાનદાર લયમાં જોવા મળતા હતા. વર્ષના શરૂઆતના મહિનામાં પ્રમોદે થાઈલેન્ડના પટાયામાં પેરાબેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપમાં ઈંગ્લેન્ડના ડેનિયન બથેલને હરાવીને પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ભગતે 1 કલાક 40 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં બથેલને 14-21, 21-15, 21-15 ના અંતરથી હરાવ્યો હતો. આ અગાઉ તેમણે વર્ષ 2015, 2019સ 2022માં પણ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More