Home> Sports
Advertisement
Prev
Next

પોતાના દેશ માટે રમવા કમિન્સે IPLના કરોડો રૂપિયા જતા કર્યાં, ભારતીય ખેલાડી ક્યારે લેશે શીખ?

Pat cummins: પેટ કમિન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગના બેસ્ટ ઓલરાઉન્ડર્સમાંથી એક છે. તે ટીમને પોતાના દમ પર મેચ જીતાડી ચુક્યો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જોતા કમિન્સ આગામી આઈપીએલમાં રમશે નહીં. 

પોતાના દેશ માટે રમવા કમિન્સે IPLના કરોડો રૂપિયા જતા કર્યાં, ભારતીય ખેલાડી ક્યારે લેશે શીખ?

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન પેટ કમિન્સે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2015માં આઈપીએલમાં પર્દાપણ કરનાર કમિન્સ દુનિયાની સૌથી મોટી ટી20 લીગમાં 42 મેચ રમી ચુક્યો છે. કમિન્સે પાછલી સીઝનમાં પાંચ મેચમાં 7 વિકેટ લીધી હતી. તેને કોલકત્તા નાઇટ રાઇડર્સે 7.25 કરોડમાં ખરીદ્યો હતો. 

fallbacks

કમિન્સે ટ્વીટ કર્યુ, 'મેં આગામી વર્ષે આઈપીએલ ન રમવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમ ખુબ વ્યસ્ત છે અને આગામી 12 મહિનામાં ઘણી ટેસ્ટ અને વનડે રમવાની છે. હું વિશ્વકપ અને એશિઝ સિરીઝ પહેલા આરામ કરીશ. સ્થિતિને સમજવા માટે કેકેઆરનો આભાર. એટલી શાનદાર ટીમ છે અને આશા છે કે જલદી પરત ફરીશ.'

હાલમાં સંપન્ન વિશ્વકપમાં કમિન્સ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન ન કરી શક્યો અને ચાર મેચમાં ત્રણ વિકેટ મેળવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 2023માં ભારતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (ફેબ્રુઆરી અને માર્ચ) રમવાની છે જ્યારે 16 જૂનથી 30 જુલાઈ સુધી એશિઝ સિરીઝ રમાશે. ભારતમાં વનડે વિશ્વકપ આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. ઈંગ્લેન્ડના બેટર સેમ બિલિંગ્સે પણ ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવા માટે આઈપીએલ 2023માં ન રમવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચોઃ ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ખેલાડીએ અચાનક IPL માંથી લીધી વિદાય

શાર્દુલ ઠાકુરની કોલકત્તામાં એન્ટ્રી
ટીમ મેનેજમેન્ટે શાર્દુલ ઠાકુરને ઓક્શન પહેલા ટ્રેડ કરીને પોતાની સાથે જોડ્યો છે. શાર્દુલ આ પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે હતો. તેની પહેલા શાર્દુલ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી ચુક્યો છે. ફાસ્ટ બોલિંગની સાથે-સાથે શાર્દુલ બેટથી પણ રન બનાવી શકે છે. શાર્દુલ ટી20 વિશ્વકપમાં રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં સામેલ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More