Home> Sports
Advertisement
Prev
Next

PCB ચીફના એક નિવેદનથી પાકિસ્તાનમાં 'ભૂકંપ', ભારત વગર PAK ક્રિકેટનું અસ્તિત્વ નથી, આપણે તેમના પૈસે ચાલીએ છીએ

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ થવાથી અકળાયેલા પાકિસ્તાને ખુબ શાબ્દિક ઝેર ઓક્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન અને પૂર્વ કોમેન્ટેટર રમિઝ રાજા પણ પોતાના નિવેદનોથી ચર્ચામાં આવ્યા હતા. હવે રમિઝ રાજાએ એક વધુ નિવેદન આપ્યું છે જે ચર્ચાના ચગડોળે છે.

PCB ચીફના એક નિવેદનથી પાકિસ્તાનમાં 'ભૂકંપ', ભારત વગર PAK ક્રિકેટનું અસ્તિત્વ નથી, આપણે તેમના પૈસે ચાલીએ છીએ

ઈસ્લામાબાદ: ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ થવાથી અકળાયેલા પાકિસ્તાને ખુબ શાબ્દિક ઝેર ઓક્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન અને પૂર્વ કોમેન્ટેટર રમિઝ રાજા પણ પોતાના નિવેદનોથી ચર્ચામાં આવ્યા હતા. હવે રમિઝ રાજાએ એક વધુ નિવેદન આપ્યું છે જે ચર્ચાના ચગડોળે છે. આ નિવેદન તેમણે ભારત વિશે આપ્યું છે. PCB ચીફે આંતરપ્રાંતીય કોઓર્ડિનેશન પર સેનેટની સ્થાયી સમિતિ સાથે બેઠકમાં કઈક એવું કહ્યું કે જેને પચાવવું હવે પાકિસ્તાનીઓ માટે મુશ્કેલ બની જશે. પરંતુ આ જ સચ્ચાઈ છે. 

fallbacks

રમિઝ રાજાને સતાવે છે આ ડર
રમિઝ રાજાએ બેઠકમાં એ વાત પર ભાર મૂક્યો કે પીસીબીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ફંડિંગ કરતા આત્મનિર્ભર થવાની જરૂર વધુ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ક્રિકેટ  બોર્ડ પચાસ ટકા આઈસીસીના ફંડિંગથી જ ચાલે છે. જ્યારે આઈસીસીને 90 ટકા ફંડિંગ ભારતથી આવે છે. મને ડર છે કે જો ભારત આઈસીસીને ફંડિંગ કરવાનું બંધ કરી દેશે તો પાકિસ્તાન ક્રિકેટ  બોર્ડ સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે. એટલે કે એક પ્રકારે રમિઝ રાજાએ સ્પષ્ટ કરી દીધુ છે કે ભારત ન હોય તો પાકિસ્તાન રસ્તે આવી જશે. 

તૈયાર રાખ્યો છે Blank Cheque
પીસીબી ચીફે કહ્યું કે પીસીબી આઈસીસીને ઝીરો ટકા ફંડિંગ કરે છે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છું. એક રોકાણકારનું એવું પણ કહેવું છે કે જો પાકિસ્તાન આવનારી ટી20 વિશ્વકપ મેચમાં ભારતને હરાવે તો પીસીબી માટે એક બ્લેંક ચેક તૈયાર મળશે. રમિઝ રાજાએ કહ્યું કે જો પીસીબી આર્થિક રીતે મજબૂત હોત તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો પાકિસ્તાન ટુરને આમ રદ ન કરત. 

મેદાન પર બદલો લઈશું
રમિઝ રાજાએ કહ્યું કે જો  આપણી ક્રિકેટ ઈકોનોમી મજબૂત હોત તો આપણો ઉપયોગ ન થયો હોત અને ન તો ન્યૂઝીલેન્ડ કે ઈંગ્લેન્ડ જેવી ટીમો આપણી સાથે આવી હરકત કરી શકત. તેમણે કહ્યું કે બેસ્ટ  ક્રિકેટ  ટીમ બનવું અને બેસ્ટ ક્રિકેટની ઈકોનોમી ઊભી કરવી, બે અલગ અલગ વસ્તુ છે. આ અગાઉ રમિઝ રાજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં ટી20 વર્લ્ડ કપમાં આપણા નિશાના પર માત્ર ભારત જ હતું પરંતુ હવે અમારા નિશાના પર બીજી બે ટીમ આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરીને સારું નથી કર્યું. અમે તેનો બદલો મેદાન પર લઈશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More