Home> Sports
Advertisement
Prev
Next

પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ! ઝકા અશરફનો ઓડિયો લીક, પ્લાન બનાવીને બાબર પાસેથી છીનવી લેવામાં આવી કેપ્ટનશીપ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ મેદાન પર નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. ટીમ વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચી શકી નહીં. ઓસ્ટ્રેલિયામાં પણ ટીમને પોતાના ટેસ્ટ ઈતિહાસની બીજી સૌથી મોટી હાર મળી ચુકી છે. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ ઝકા અશરફનો એક વીડિયો વાયરલ થયો છે. 

પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ! ઝકા અશરફનો ઓડિયો લીક, પ્લાન બનાવીને બાબર પાસેથી છીનવી લેવામાં આવી કેપ્ટનશીપ

કરાચીઃ પાકિસ્તાનમાં જ્યાં હાલમાં કેટલાક નેતાઓ વચ્ચે ગુપ્ત ટેપોએ હંગામો મચાવ્યો હતો, તો પાકિસ્તાન ક્રિકેટ જગત પણ તેનાથી દૂર રહ્યું નથી. એક લીક ઓડિયોમાં કથિત રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)  ના વચગાળાના મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ ઝકા અશરફનો અવાજ છે, જેણે બાબર આઝમને ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટન પદેથી હટાવવાની યોજનાનો ખુલાસો કર્યો છે. 

fallbacks

બાબર આઝમે ભારતમાં રમાયેલ વિશ્વકપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ ખુદ કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ લીક ઓડિયોથી ખ્યાલ આવે છે કે કઈ રીતે તેના રાજીનામા માટે દબાવ બનાવવાની પરિસ્થિતિઓ તૈયાર કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે રેકોર્ડિંગમાં ખરેખર પીસીબી ચીફનો અવાજ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાતચીત તેના પરિવારના એક સભ્ય સાથે અંગત વાતચીત હતી, જેમાં પીસીબી પ્રમુખને શાન મસૂદ અને શાહીન શાહ આફ્રિદીને ક્રમશઃ ટેસ્ટ અને ટી20ના કેપ્ટનના રૂપમાં નિમણૂંક કરવાની ચર્ચા કરતા સાંભળી શકાય છે. 

વાતચીતમાં ખેલાડીઓના એજન્ટોની ભૂમિકા અને ટીમમાં પ્રચલિત કથિત ક્રોની સંસ્કૃતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં બાબર પર તેના નજીકના મિત્રોને ટીમમાં સામેલ કરવાનો આરોપ હતો. વિશ્વ કપ માટે પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓ સાયા કોર્પોરેશનના ક્લાયન્ટ હોવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેના કારણે મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ-ઉલ-હકે ટૂર્નામેન્ટ દરમિયાન તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ઓડિયો રેકોર્ડિંગથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઝકા અશરફે બાબરના કેપ્ટનશિપ છોડતા પહેલા બેકઅપ પ્લાન પણ બનાવી લીધો હતો. વાયરલ ઓડિયોમાં જેને પીસીબી ચેરમેનનો અવાજ માનવામાં આવી રહ્યો છે તે બોલે છે- મેં બાબરને ટેસ્ટ કેપ્ટન બન્યા રહેવા માટે કહ્યું પરંતુ તેને કહ્યું કે હું સફેદ બોલના કેપ્ટન પદેથી હટાવવા વિશે વિચારી રહ્યો છું. બાબરે મને કહ્યું કે તે પોતાના પરિવાર સાથે ચર્ચા કરશે અને પછી પોતાનો નિર્ણય જણાવશે. 

આ પણ વાંચોઃ ક્યારેય નહીં તૂટે ક્રિકેટના આ 10 રેકોર્ડ્સ!, કોઈપણ ખેલાડી માટે મુશ્કેલ કામ

તે વ્યક્તિ આગળ કહે છે કે તે જાણે છે કે બાબરે પોતાના પરિવારને ફોન કરવાની જગ્યાએ સાયા કોર્પોરેશનના સીઈઓ તલ્હા રહમાનીને ફોન કર્યો હશે. પીસીબી પ્રમુખે લીકમાં કહ્યું- તલ્હાએ તેને બધુ છોડવાની સલાહ આપી. આવી સ્થિતિ ઉભી થવા પર મેં પ્લાન-બી તૈયાર કરી લીધો હતો. ઝકાને તે કહેતા સાંભળી શકાય છે કે મને રિઝવાન ખુબ પસંદ છે, પરંતુ તે બાબર અને તલ્હા સાથે ખુબ જોડાયેલો છે. 

તે એક વાત છે કે વિશ્વકપ માટે પસંદ કરાયેલા મોટા ભાગના ખેલાડી સાયા કોર્પોરેશન સાથે જોડાયેલા હતા. આ કારણે મુખ્ય પસંદગીકાર ઇંઝમામ-ઉલ હકે ટૂર્નામેન્ટ દરમિયાન પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું- તેના પર પણ ચર્ચા થઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More