અમદાવાદ: પ્રો કબડ્ડી લીગ-2019માં 16 ઓગસ્ટના રોજ બીજી મેચ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ અને જયપુર પિંક પેથર્સ વચ્ચે રમાવવાની છે. આ મેચ અમદાવાદના એકા એરિના બાય ટ્રાંસસ્ટેડિયામાં ભારતીય સમય અનુસાર સાંજે 8:30 વાગે રમાશે.
કેવી રહ્યું છે પાછળ મેચમાં પ્રદર્શન
જયપુર પિંક પેથર્સે પોતાની ગત મેચમાં પુનેરી પલ્ટનને 32-25 થી માત આપી હતી. તો બીજી તરફ ગુજરાત પોતાની ગત 4 મેચમાં સતત હારનો સામનો કરી ચૂકી છે. સ્કોરબોર્ડ પર નજર કરીએ તો જયપુર 6 માંથી 5 મેચ જીતીને ત્રીજા સ્થાને, જ્યારે ગુજરાતમાં 8 માંથી 5 મેચ હારીને સાતમા સ્થાને છે.
PKL 2019: દીપકની સુપર-10, જયપુરે પુણેને 33-25થી આપી માત
કયા ખેલાડીઓ પર રહેશે નજર
જયપુર તરફથી દીપક નરવાલ, સંદીપ કુમાર, સુનીલ સિદ્ધાગાવલે, નિતિન રાવલ અને દીપક હુડ્ડા પાસે ફેન્સને આશાઓ રહેશે. ગુજરાત તરફથી અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, પ્રવેશ ભૈંસવાલ અને રોહિત ગૂલિયા ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે.
Pro Kabaddi: ઘરઆંગણે ગુજરાતે સતત ત્રીજી મેચ ગુમાવી, બંગાળ સામે 28-26થી પરાજય
ટીમ:
જયપુર પિંક પેથર્સ:
રેડર: લોકેશ કૌશિક, મિલિંડા ચતુરંગા, નીલેશ સાલુંકે, સુશીલ ગૂલિયા, અજિંક્ય અશોક પવાર, દીપક નરવાલ, ગુમાન સિંહ.
ડિફેંડર: સંદીપ કુમાર, અમિત હુડ્ડા, સુનીલ સિદ્ધાગાવલે, કર્મવીર, પવન ટીઆર.
ઓલરાઉન્ડર: નિતિન રાવલ, દીપક નિવાસ હુડ્ડા, ડોંગ ગ્લૂ કિમ, વિશાલ, સચિન નરવાલ, સંતપન્નાસેલ્વમ.
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ
રેડર: અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, ગુરવિંદર સિંહ, હરમનજીત સિંહ, લલિત ચૌધરી, મોરે બી, સચિન તંવર, સોનૂ.
ડિફેંડર: અમિત ખરબ, અંકિત પ્રવેશ ભૈંસવાલ, સોનૂ ગહલાવત, સુમિત, ઋતુરાજ શિવાજી કોવારી, સુનીલ કુમાર.
ઓલરાઉન્ડર: પંકજ, રોહિત ગૂલિયા, મોહમંદ શાજિદ હોસેન, વિનોદ કુમાર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે