MI vs SRH : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ત્યારે ક્રિકેટ જગત પણ શોકમાં છે. 23 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી મેચમાં ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમવા ઉતરશે. આ મેચમાં કોઈ ચીયરલીડર્સ પણ નહીં હોય અને કોઈ સેલિબ્રેશન પણ કરવામાં આવશે નહીં.
એક મિનિટનું મૌન પાળશે
ટીમો ઘટનાથી અસરગ્રસ્તોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટનું મૌન પણ પાળશે. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા થઈ છે. ભારતીય ખેલાડીઓએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, સચિન તેંડુલકર, હાર્દિક પંડ્યા સહિત ઘણા ખેલાડીઓએ ભાવનાત્મક પોસ્ટ કરી હતી. આતંકવાદીઓની શોધ ચાલુ છે અને આ હુમલાને પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહ્યો છે.
પહેલગામ એટેક પર પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું - "હિંદુઓ નિશાના પર છે"
ચીયરલીડર્સ પણ નહીં
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, બંને ટીમોના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમશે અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓની યાદમાં એક મિનિટનું મૌન પાળશે. મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન કોઈ ચીયરલીડર્સ નહીં હોય. ફટાકડા ફોડવામાં આવશે નહીં.
TRFએ જવાબદારી લીધી
દક્ષિણ કાશ્મીરના આ લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે આતંકવાદીઓએ લોકો પર ગોળીબાર કર્યો ત્યારે 26 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથનો એક ભાગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સમગ્ર વિશ્વમાં આ હુમલાની સખત નિંદા કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે