Home> Sports
Advertisement
Prev
Next

ટીમ ઈન્ડિયાનું મિશન વિશ્વકપ શરૂ, પીએમ બોલ્યા- મેચ પણ જીતો અને દિલ પણ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને વિશ્વકપ માટે શુભેચ્છા આપી છે. પીએમે ટ્વીટ કરીને વિશ્વકપ માટે ભારતને શુભકામનાઓ આપી છે. 
 

 ટીમ ઈન્ડિયાનું મિશન વિશ્વકપ શરૂ, પીએમ બોલ્યા- મેચ પણ જીતો અને દિલ પણ!

નવી દિલ્હીઃ મિશન વિશ્વકપની શરૂઆત થઈ ગઈ છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઈન્ડિયાને વિશ્વ કપ માટે શુભેચ્છા આપી છે. પીએમે ટ્વીટ કરીને લખ્યું કે, વિશ્વકપ માટે ટીમને શુભકામનાઓ, ગેમ પણ જીતો, અને દિલ પણ. 

fallbacks

પોતાના ટ્વીટમાં વડાપ્રધાને લખ્યું, 'આજે જ્યારે ટીમ ઈન્ડિયા પોતાના મિશન વિશ્વકપની શરૂઆત કરી રહી છે, હું ટીમને શુભેચ્છા આપવા ઈચ્છું છું. આશા છે કે આ ટૂર્નામેન્ટમાં સારૂ ક્રિકેટ અને સ્પોર્ટમેનશિપ જોવા મળશે. ગેમ પણ જીતો અને દિલ પણ.'

મહત્વનું છે કે, આ પહેલા પણ વડાપ્રધાન મોદી ખેલાડીઓ સાથે મુલાકાત કરતા રહ્યાં છે, પછી તે ક્રિકેટ હોય, ઓલિમ્પિક કે એશિયન ગેમ્સ. 

ઉલ્લેખનીય છે કે, કોહલીની આગેવાનીમાં આ વખતે ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવા ઉતરી છે. પ્રથમ મેચ આફ્રિકા વિરુદ્ધ રમાઇ રહ્યો છે. ટીમે આફ્રિકાની ત્રણ વિકેટ પાડી દીધી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More