Home> Sports
Advertisement
Prev
Next

ઋષભ પંત વિશે રિકી પોન્ટિંગનું મોટું નિવેદન, કહ્યું કે...

ઋષભ પંત જો IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શ કરશે તો એ ભારતીય ટીમમાં સ્થાન માટે પ્રબળ દાવેદાર બની જશે

ઋષભ પંત વિશે રિકી પોન્ટિંગનું મોટું નિવેદન, કહ્યું કે...

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આગામી વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીનો સૌથી સારો વિકલ્પ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની પસંદગી થવાની છે. પોન્ટિંગે કહ્યું છે કે જો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઋષભ પંત જો દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શ કરશે તો એ ભારતીય ટીમમાં સ્થાન માટે પ્રબળ દાવેદાર બની જશે.

fallbacks

નોંધનીય  છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચોથી વન ડે માં ઋષભ પંત મેદાનમાં હતો એ દરમિયાન ધોની...ધોની...ના સુત્રો બોલાયા હતા. ક્રિકબઝે રિકી પોન્ટિંગના હવાલાથી માહિતી આપી છે કે હું માનું છું કે ઋષભ ભાગ્યશાળી છે કે તેણે આ વાતને દિલથી નથી લગાવી કારણ કે દબાણમાં સંપૂર્ણ મેચ સારી રીતે રમવાનું મુશ્કેલ હોય છે. જોકે આ સંજોગોમાં પણ ઋષભે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 

IPL 2019 : શું કામ નથી મળી રહ્યો વન ડે મેચોમાં રમવાનો મોકો ? ઇશાંત શર્માએ ખોલ્યું રહસ્ય

રિકી પોન્ટિંગે કહ્યું છે કે જો ઋષભ એક-બે ગેમ જીતાડી દેશો તો બધુ ભુલાવી દેવામાં આવશે. મને ભારતીય વર્લ્ડ કપ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે એનાથી સારો વિકલ્પ કોઈ નથી દેખાતો. આઇપીએલની 12મી સિઝનમાં રિકી પોન્ટિંગ દિલ્હીના મુખ્ય કોચ છે. ઓસ્ટ્રેલિયાનો આ પૂર્વ ક્રિકેટર ટીમના સલાહકાર સૌરવ ગાંગુલી સાથે મળીને કામ કરશે.

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More