Home> Sports
Advertisement
Prev
Next

Team India ના આ સ્ટાર બોલરને થઈ ગયો Corona, World Test Championship માટે થઈ હતી પસંદગી

હાલમાં વધતા જતાં કોરોનાના સંક્રમણને કારણે આઈપીએલને ક્રિકેટ ટુર્નામેન્ટને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમ્યાનમાં અનેક ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત પણ થયા છે.

Team India ના આ સ્ટાર બોલરને થઈ ગયો Corona, World Test Championship માટે થઈ હતી પસંદગી

નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેર ભારતમાં રીતસર કાળો કહેર વર્તાવી રહી છે. દેશમાં દિનપ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો થાય છે. એટલં જ નહીં કોરોનાને કારણે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોઈ એક રાજ્યની વાત નથી. હાલ દેશભરના તમામ રાજ્યોમાં સ્થિતિ વિકટ બની છે. કોરોનાને કારણે આઈપીએલ રદ્દ કરવાનો વારો આવ્યો. આઈપીએલમાં રમતા ઘણાં ખેલાડીઓ પણ કોરોનાની ઝપેટમાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું. 

fallbacks

IPL માં શાનદાર પ્રદર્શન કરનાર આ ગુજરાતી ક્રિકેટર મુકાયો મુશ્કેલીમાં, પિતા લડી રહ્યાં છે કોરોના સામે જંગ

પ્રસિદ્ધ કૃષ્ણાનું World Test Championship માટે થયું હતું સિલેક્શનઃ
જોકે, આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટીમ ઈન્ડિયાના જે બોલરનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) માટે સિલેક્શન થયું હતું તે ખેલાડી પણ આવી ગયો છે કોરોનાની ઝપેટમાં. અમે વાત કરી રહ્યાં છીએ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતા અને ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) ની. હાલમાં જ એવા સમાચાર સામે આવ્યાં છેકે, પ્રસિદ્ધ કૃષ્ણા પણ કોરોના સંક્રમિત થયો છે. ઉલ્લેખનીય છેકે, આ અગાઉ કે.કે.આર.ના અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેમ્બરર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે.

World Test Championship Final માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાડેજાની વાપસી; પંડ્યા-કુલદીપની છૂટ્ટી

KKR નો ચોથો ખેલાડી થયો કોરોના પોઝિટિવઃ
પ્રસિદ્ધ કૃષ્ણા આઈપીએલમાં શાહરૂખ ખાનની ટીમ KKR તરફથી રમતો હતો. આઈપીએલ દરમિયાન જ તેને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું અનુમાન છે. પ્રસિદ્ધ કૃષ્ણાની સ્ટેંડબાય ખેલાડીના રૂપમાં ભારતની World Test Championship ટીમ માટે પસંદગી થઈ હતી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે સાઉથેમ્પ્ટનમાં 18 થી 22 જૂન વચ્ચે ટકરાશે. જોકે, હવે એ કહેવું મુશ્કેલ છેકે, પ્રસિદ્ધ કૃષ્ણના ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેંડ જઈ શકશે કે નહીં.

IPL 2021માં આ અજાણ્યા ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી, જેની સામે ધુરંધરોએ ઘૂંટણ ટેકવ્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More