Home> Sports
Advertisement
Prev
Next

પ્રીમિયર લીગઃ માન્ચેસ્ટર સિટી અપસેટનો શિકાર, લિવરપૂલે મેળવી લીડ

પ્રીમિયર લીગના પોઈન્ટ ટેબલમાં જીત બાદ લિવરપુલના પાંચ મેચોમાં 15 પોઈન્ટ છે જ્યારે નોરવિચ સિટી વિરુદ્ધ થયેલા પરાજય બાદ માન્ચેસ્ટર સિટીના 10 પોઈન્ટ છે. 

પ્રીમિયર લીગઃ માન્ચેસ્ટર સિટી અપસેટનો શિકાર, લિવરપૂલે મેળવી લીડ

લંડનઃ માન્ચેસ્ટર સિટીએ નોરવિચ સિટી વિરુદ્ધ 2-3થી મળેલા પરાજયથી પ્રીમિયર લીગમાં પ્રથમ પરાજયનો સામનો કરવો પડ્યો જ્યારે લિવરપુલે ન્યૂકાસ્લને 3-1થી હરાવીને ટોઈન્ટ ટેબલમાં પાંચ પોઈન્ટની લીડ બનાવી લીધી છે. લિવરપુલના પાંચ મેચોમાં 15 પોઈન્ટ છે જ્યારે માન્ચેસ્ટર સિટી 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. 

fallbacks

ટોટેનહમે ક્રિસ્ટલ પેલેસ અને ચેલ્સીએ વોલ્વ્સ પર જીત હાસિલ કરી હતી. માન્ચેસ્ટર યૂનાઇટેડે લિસેસ્ટર પર 1-0ની જીતથી જરૂરી ત્રણ પોઈન્ટ હાસિલ કર્યાં હતા. 

માન્ચેસ્ટર સિટીના મેનેજર પેપ ગાર્ડિયોલાએ હાર બાદ કહ્યું, અમને પોઈન્ટ ટેબલમાં નુકસાન થયું. નોરવિચ વિરુદ્ધ કેટલોક સમય અમે જરૂર આગળ હતા, પરંતુ મહત્વના સમયે અમારા ખેલાડીઓ તે જાણવાની ખાસ જરૂર હતી કે શું કરવાનું છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More