અતુલ તિવારી/અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ડ્રિમ પ્રોજેક્ટ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જી હાં! અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદમાં નિર્માણ પામતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની. અમદાબાદમાં બની રહેલા નવા મોટેરા સ્ટેડિયમનું કામ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ વર્ષના અંત સુધીમાં સમગ્ર સ્ટેડિયમ તૈયાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમિત શાહનો આ ડ્રિમ પ્રોજેક્ટ હતો. હાલમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેમાં 90,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. પરંતુ જ્યારે મોટેરા સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે તો તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે. તેમાં કુલ 1 લાખ 10 હજાર લોકોને બેસવાની ક્ષમતા છે. આ પહેલા જે જૂનુ મોટેરા સ્ટેડિયમ હતું તેમાં આશરે 54 હજાર દર્શકો બેસી શકે તેવી વ્યવસ્થા હતા.
માર્ચ 2017માં L&T કંપની દ્વારા આ સ્ટેડિયમને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ વર્ષના અંત સુધીમાં સમગ્ર સ્ટેડિયમ તૈયાર થઈ જશે. આ ક્રિકેટ સ્ટેડિયમ 63 એકર જમીનમાં નિર્માણ પામી રહ્યું છે. હાલમાં 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. માત્ર પિચ બનાવવાનું કામ બાકી છે.
શું છે નવા સ્ટેડિયમની વિશેષતાઓ
1. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સ્વપ્નદૃષ્ટા એવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે.
2. તેના બાંધકામનો કોન્ટ્રાક્ટ દેશની પ્રખ્યાત નિર્માણ કંપની લાર્સન એન્ડ ટૂર્બોને આપવામાં આવ્યો છે.
3. વિશ્વના સૌથી મોટા મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમને ડિઝાન બનાવનારી આર્કિટેક્ટ ફર્મ પોપ્યુલસ દ્વારા ગુજરાતના આ નવા સ્ટેડિયમની ડિઝાઈન બનાવામાં આવી છે.
4. નવું મોટેરા સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં બની રહ્યું છે અને તેમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા હશે. વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે, જ્યાં 90,000 દર્શકો બેસી શકે છે. ભારતમાં વર્તમાનમાં સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતાનું ઈડન ગાર્ડન છે, જેમાં 66,000 દર્શકોનું ક્ષમતા છે.
5. નવા સ્ટેડિયમના નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ.700 કરોડ છે.
6. આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ સાથેનું એક ક્લબ હાઉસ, 76 કોર્પોરેટ બોક્સ અને એક ઓલિમ્પિક સાઈઝનું વિશાળકાય સ્વિમિંગ પુલ પણ હશે.
7. સ્ટેડિયમના અંદર જ એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી પણ કાર્યરત કરવામાં આવશે.
8. આ સ્ટેડિયમનું પાર્કિંગ પણ એટલું જ વિશાળ બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમના પાર્કિંગમાં 3000 ફોર વ્હિલ કાર અને 10,000 ટૂ-વ્હીલ પાર્ક કરી શકાશે. સાથે જ સમગ્ર સ્ટેડિયમમાં દર્શકો સરળતાથી હરી-ફરી શકે એવી ચાલવાની જગ્યા પણ હશે.
સમગ્ર સ્ટેડીયમમાં ક્યાય પીલ્લર નહીં જોવા મળે
9. આ સ્ટેડિયમમાં એકપણ પીલર હશે નહીં, સ્ટેડિયમના કોઈપણ ખુણામાં બેસીને મેચનો આનંદ માણી શકાશે.
10. BOSSની મ્યૂઝિક સિસ્ટમ સાથે સમગ્ર સ્ટેડિયમને સજ્જ કરવામાં આવશે.
11. સમગ્ર મેદાનમાં LED લાઈટ પણ લગાવવામાં આવશે
12. તમામ સુવિધાઓથી સજ્જ 4 ડ્રેસિંગ રૂમ
13. ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા માટે 3 પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે