Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup ની પ્રાઇઝ મનીની જાહેરાત, વિજેતા ટીમને મળશે આટલા કરોડ રૂપિયા

17 ઓક્ટોબરથી ઓમાન અને યૂએઈમાં શરૂ થઈ રહેલ આઈસીસી ટી20 વિશ્વકપ માટે આઈસીસીએ ઈનામી રકમની જાહેરાત કરી દીધી છે. ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી સાથે 12 કરોડ રૂપિયા મળશે. 

T20 World Cup ની પ્રાઇઝ મનીની જાહેરાત, વિજેતા ટીમને મળશે આટલા કરોડ રૂપિયા

દુબઈઃ 17 ઓક્ટોબરથી યૂએઈ અને ઓમાનની ધરતી પર શરૂ થઈ રહેલ ટી20 વિશ્વકપની (T20 Worldcup) ની પ્રાઇઝ મનીની આઈસીસીએ જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટ જીતનારી ટીમને 1.6 મિલિયન (લગભગ 12 કરોડ) અને રનરઅપ રહેનારી ટીમને 8 લાખ ડોલર (લગભગ 6 કરોડ) રૂપિયા મળશે. એટલે કે પાંચ વર્ષ બાદ રમાનારી આ ટૂર્નામેન્ટમાં ટીમ પર પૈસાનો વરસાદ થવાનો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઓમાનનો સામનો પાપુઆ ન્યૂ ગિની સામે થવાનો છે અને ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો 14 નવેમ્બરે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

fallbacks

તો ટી20 વિશ્વકપમાં સેમિફાઇનલ સુધીની સફર કરનારી ટીમને લગભગ 3 કરોડ રૂપિયા મળશે. આ સાથે આઈસીસી સુપર 12 સ્ટેજમાં દરેક મુકાબલો જીતવા પર ટીમને બોનસ મળવાનું પણ જારી રહેશે. ભારત વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ ટીમ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ 2007માં આ ટ્રોફી પર કબજો કર્યો હતો અને 2014માં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે વિશ્વકપમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. 

ભારત આ વખતે ટી20 વિશ્વકપની યજમાની કરી રહ્યુ છે અને વિરાટની આગેવાનીમાં ટીમ ટાઇટલની પ્રબળ દાવેદાર છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી ખેલાડીઓની સાથે-સાથે યુવા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કર્યા છે. તો શિખર ધવન અને ચહલને ટીમથી બહાર રાખવામાં આવ્યા છે. 2016માં રમાયેલ છેલ્લા ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચેમ્પિયન બની હતી. 

આ પણ વાંચોઃ IPL: ડેવિડ વોર્નરે કરી સનરાઇઝર્સ હૈદરાબાદથી અલગ થવાની જાહેરાત, તસવીરો શેર કરી આપી જાણકારી

DRS ને લઈને મહત્વનો નિર્ણય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આગામી ટી20 વિશ્વકપને લઈને મોટો નિર્ણય કર્યો છે. યૂએઈ અને ઓમાનમાં રમાનાર મેન્સ ટી20 વિશ્વકપમાં પ્રથમવાર ડીઆરએસનો ઉપયોગ થશે. આઈસીસીએ ટૂર્નામેન્ટમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે. આ વખતે દરેક ટીમને એક ઈનિંગમાં બે DRS મળશે. મહત્વનું છે કે આઈસીસી ઈવેન્ટમાં પ્રથમવાર ડીઆરએસનો ઉપયોગ 2018માં કરવામાં આવ્યો હતો. ત્યારે વિન્ડિઝમાં રમાયેલ મહિલા ટી20 વિશ્વકપમાં DRS નો ઉપયોગ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More