Home> Sports
Advertisement
Prev
Next

અમદાવાદમાં કાલથી પ્રો-કબડ્ડીની જમાવટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા ઈન્ડોર સ્ટેડિયમમાં આવતીકાલ (10 ઓગસ્ટ)થી વીવો પ્રો-કબડ્ડી સિઝન સાતની મેચો રમાશે. 
 

અમદાવાદમાં કાલથી પ્રો-કબડ્ડીની જમાવટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદઃ 20 જુલાઈથી શરૂ થયેલી વીવો પ્રો-કબડ્ડી સિઝન-7 હવે અમદાવાદ પહોંચી ગઈ છે. શનિવાર (10 ઓગસ્ટ)થી શહેરના ટ્રાન્સસ્ટેડિયમાં કબડ્ડીની સિઝન જામશે. 10થી 16 ઓગસ્ટ વચ્ચે રમાનારા અમદાવાદ લેગમાં કુલ 11 મેચ રમાશે. હોમ ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ પોતાના હોમ ગ્રાઉન્ડમાં કુલ 4 મેચ રમવાની છે. દરરોજ બે મેચ રમાશે. પ્રથમ મેચ સાંજે 7.30 કલાકથી અને બીજી મેચ રાત્રે 8.30 કલાકથી શરૂ થશે. 

fallbacks

અમદાવાદ લેગ દરમિયાન પ્રો કબડ્ડીમાં રમતી તમામ 12 ટીમો ટ્રાન્સસ્ટેડિયા ઇન્ડોર સ્ટેડિયમમાં ઓછામાં ઓછી એક-એક મેચ રમશે. હોમ ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ ઘરેલૂ દર્શકો વચ્ચે ધમાકેદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. 

અમદાવાદમાં રમાનારી તમામ મેચોનો સંપૂર્ણ કાર્યક્રમ

(પ્રથમ મેચ સાંજે 7.30 કલાકે અને બીજી મેચ રાત્રે 8.30 કલાકે શરૂ થશે.)

10 ઓગસ્ટ
ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ vs તમિલ થલાઇવસ

પૂનેરી પલ્ટન vs દબંગ દિલ્હી

11 ઓગસ્ટ

બેંગલુરૂ બુલ્સ vs હરિયાણા સ્ટીલર્સ

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ vs તેલુગૂ ટાઇટન્સ

12 ઓગસ્ટ

બેંગાલ વોરિયર્સ vs તેલુગૂ ટાઇટન્સ

યૂપી યોદ્ધા vs બેંગલુરૂ બુલ્સ

14 ઓગસ્ટ

યૂપી યોદ્ધા vs હરિયાણા સ્ટીલર્સ

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ vs બેંગાલ વોરિયર્સ

15 ઓગસ્ટ 

જયપુર પિંક પેન્થર્સ vs પૂનેરી પલ્ટન

16 ઓગસ્ટ

યૂ મુંબા vs પટના પાઇરેટ્સ

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટસ vs જયપુર પિંક પેંથર્સ 
 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More