Home> Sports
Advertisement
Prev
Next

ખેલાડીઓએ કરી વાયુસેનાને સલામ: સહેવાગે કહ્યું- સુધરી જાઓ, નહીં તો સુધારી દઇશું

ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઘૂસી આતંકી સંગઠનોને નષ્ટ કરી દીધા છે. આ કાર્યવાહી મંગળવારે વહેલી સવારે કરવામાં આવી હતી. વાયુસેનાના આ જવાબને રમત જગત સલામ કરી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગથી લઇને હાજર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ટ્વિટ કરી સેનાને સલામ કર્યું અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે. બોક્સર મનોજ કુમારે કહ્યું કે, હવે જઇને દિલને શાંતી મળી છે.

ખેલાડીઓએ કરી વાયુસેનાને સલામ: સહેવાગે કહ્યું- સુધરી જાઓ, નહીં તો સુધારી દઇશું

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઘૂસી આતંકી સંગઠનોને નષ્ટ કરી દીધા છે. આ કાર્યવાહી મંગળવારે વહેલી સવારે કરવામાં આવી હતી. વાયુસેનાના આ જવાબને રમત જગત સલામ કરી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગથી લઇને હાજર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ટ્વિટ કરી સેનાને સલામ કર્યું અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે. બોક્સર મનોજ કુમારે કહ્યું કે, હવે જઇને દિલને શાંતી મળી છે.

fallbacks

વધુમાં વાંચો: પુલવામા હુમલાના 24 કલાકમાં જ PM મોદીએ લઈ લીધો હતો મોટી કાર્યવાહીનો નિર્ણય

સુત્રોના જણાવ્યા અનુસાર આ ઓપરેશનને વાયુસેનાના 12 મિરાજ-2000 વિમાનોએ અંજામ આપ્યો છે. વાયુસેનાના મિરાજ-2000 એ પીઓકેમાં ઘૂસી જૈશ-એ-મોહમ્મદના આતંકી સંગઠનો પર 1000 કિલોથી વધારે બોમ્બ ઘડાકા કર્યા છે. આ હુમલામાં જૈશના ઘણા આતંકી અડ્ચાઓ અને લોન્ચ પેડ નષ્ટ થઇ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહીમાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે પીએમ મોદીને આ હુમલાની સંપૂર્ણ જાણકારી આપી છે.

વધુમાં વાંચો: Pokમાં ભારતીય વાયુસેનાએ આતંકી કેમ્પોને ‘ઇન બોમ્બ’થી કર્યા નષ્ટ, ઓપરેશનનું કર્યું વીડિયો રેકોર્ડિંગ

આ હુમલાના સમાચારની જેવી જાણકારી મળી, તે સમયેથી જ લોકોએ સેનાને બધાઇ આપવાની શરૂ કરી દીધી છે. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે #airstrikeની સાથે લખ્યું, આપણી સેનાએ શાનદાર પ્રદર્શન કર્યું. સુધરી જાઓ, નહીં તો સુધારી દઇશું. ગૌતમ ગંભીરે પણ ભારતીય જવાનોને સલામ કરતા જય હિંદ લખ્યું.

વધુમાં વાંચો: ભારતે જવાનોની મોતનો બીજો બદલો લીધો, પાકિસ્તાનમાં ઘૂસીને 300 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો

લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે પણ ભારતીય વાયુસેનાની કાર્યવાહીને સલામ કરતા તેને ખુબજ કડક કાર્યવાહી જણાવી. યુજવેન્દ્ર ચહલે થોડા દિવસ પહેલા જ ટ્વિટ કરી પુલવામા આતંકી હુમલાનો બદલો લેવાની અપીલ કરી હતી.

વધુમાં વાંચો: LoC: એર ડિફેન્સ સિસ્ટમ એલર્ટ, પાક એરફોર્સની કોઇ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવાના આદેશ

બોક્સર મનોજ કુમારે ભારતની આ બદલાની કાર્યવાહીને લઇને સેના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સતત ત્રણ ટ્વિટ કરી જેમાં એકમાં લખ્યું #PulwamaAttack બાદ આપણા જવાનોની શહાદત પર જે દુ:ખ હતું આજે તેને થોડી શાંતી મળી છે. તે વીર જવાનોની ખોટ તો પુરી થઇ શકશે નહીં પરંતુ દુશમનને તેમના ઘરમાં ઘૂસીને મારવાની જે પરંપરા @IAF_MCC તેમજ @narendramodi જીએ શરૂ કરી છે, તેનાથી આ આતંકવાદીઓને જરૂર પાઠ ભણાવવામાં આવ્યો.

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More