નવી દિલ્હીઃ ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ શનિવારે અહીં યોનેક્સ સનરાઇઝ ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમીફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. અહીં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના કે.ડી.જાધવ ઈન્ડોર હોલમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ચીનની ત્રીજી વરીયતા બિંગજિયાઓએ બીજી સીડ ભારતીય ખેલાડીને 23-21, 21-18થી પરાજય આપ્યો હતો.
ફાઇનલમાં વર્લ્ડ રેન્કિંગમાં સાતમાં સ્થાન પર રહેલી ચીનની ખેલાડીનો સામનો થાઈલેન્ડની ચોથી સીડ ઇંથાનોન વિરુદ્ધ થશે.
અઝલન શાહ કપઃ ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને કોરિયા બન્યું ચેમ્પિયન
વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર રહેલી સિંધુને પરાજય આપવા માટે બિંગજિયાઓને 55 મિનિટનો સમય લાગ્યો હતો. પ્રથમ ગેમમાં બંન્ને ખેલાડીઓ વચ્ચે આકરી ટક્કર થઈ હતી. સિંધુએ મેચમાં ઘણીવાર લીડ બનાવી પરંતુ અંતિમ ક્ષણોમાં તે સંયમ ન રાખી શકી અને મેચમાં પાછળ રહી ગઈ હતી.
ઈન્ડિયા ઓપનઃ યુશિયાંગને હરાવીને ફાઇનલમાં શ્રીકાંત
ભારતીય ખેલાડીની બીજી ગેમ પણ આમ રહી. આ વખતે અંતિમ ક્ષણોમાં બિંગજિયાઓ દમદાર રમત રમવામાં સફળ રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે