Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ ઓકુહારાને પરાજય આપી સેમીફાઇનલમાં સિંધુ

પી.વી સિંધુએ જાપાનની નોજોમી ઓકુહારાને માત આપીને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમીફાઇનલની ટિકિટ કપાવી લીધી. 

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ ઓકુહારાને પરાજય આપી સેમીફાઇનલમાં સિંધુ

નાનજિંગ (ચીન): ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ શુક્રવારે રોમાંચક મેચમાં જાપાનની નોજોમી ઓકુહારાને  21-17, 21-19થી હરાવીને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી સિંધુ અને ઓકુહારા વચ્ચે આ મેચ 58 મિનિટ ચાલ્યો. 

fallbacks

ગત વર્ષે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં સિંધુનો ઓકુહારા સામે પરાજય થયો હતો, પરંતુ આ વખતે તે જીતવામાં સફળ રહી. સિંધુએ વર્ષ 2013 અને 2014માં આ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. 

વર્લ્ડ નંબર-7 ઓકુહારાએ સિંદુને પ્રથમ ગેમમાં શાનદાર ટક્કર આપી, એક સમયે સ્કોર 8-8થી બરોબર હતો પરંતુ ભારતીય ખેલાડીએ આક્રમકતા દેખાડી અને ગેમને 21-17થી પોતાના નામે કરી લીધી. 

બીજી ગેમમાં ઓકુહારાએ દમદાર શરૂઆત કરી અને 4-0ની લીડ મેળવી લીધી. આ વખતે પણ સિંધુએ શાનદાર વાપસી કરી અને સ્કોર 12-12થી બરોબર કરી લીધો. 
ત્યારબાદ બંન્ને ખેલાડીઓએ ગેમમાં ઘણીવાર લીડ મેળવી પરંતુ અંતિમ ક્ષણોમાં સિંધુએ 21-19થી જીત મેળવી. સેમીફાઇનલમાં સિંધુની ટક્કર શનિવારે જાપાનની અકાને યામાગુચી સાથે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More