Home> Sports
Advertisement
Prev
Next

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ સિંધુ, સાઇના અને સમીર વર્મા બીજા રાઉન્ડમાં પહોંચ્યા

ભારતીય શટલર પીવી સિંધુ, સાયના નેહવાલ અને સમીર વર્માએ જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. 

 એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ સિંધુ, સાઇના અને સમીર વર્મા બીજા રાઉન્ડમાં પહોંચ્યા

વુહાનઃ ટોપ ભારતીય શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારે જીત મેળવીને એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ જાપાનની તાકાહાશી સયાકાને સીધી ગેમમાં પરાજય આપ્યો હતો. સિંધુએ શરૂઆતથી બદબદો બનાવી રાખ્યો અને માત્ર 28 મિનિટમાં 21-14 21-7થી જીત મેળવી હતી. ચોથી વરીયતા પ્રાપ્ત ભારતીય ખેલાડી હવે આગામી રાઉન્ડમાં ઈન્ડોનેશિયાની ચોઈરૂનિસા સામે ટકરાશે. 

fallbacks

બીજી તરફ વિશ્વની નવમાં નંબરની ખેલાડી સાઇનાએ ચીનની હાન યુએને પછાડી હતી. સાતમી વરીયતા ભારતીય પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ મજબૂતીથી વાપસી કરતા 12-21 21-11 21-17થી રોમાંચક જીત મેળવી હતી. લંડન ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના હવે દક્ષિણ કોરિયાની કિમ ગા યુન સામે ટકરાશે. 

પુરૂષ સિંગલ્સમાં સમીર વર્માએ જાપાનના સકાઈ કાજુમાસા પર કાંટાના મુકાબલામાં 21-13 17-21 21-18થી મેળવી હતી. હવે વિશ્વના 15માં નંબરના ખેલાડીનો સામનો હોંગકોંગના નિગ કા લોંગ એંગુસ સામે થશે. પુરૂષ ડબલ્સમાં એમ આર અર્જુન અને રામચંદ્રન શ્લોકના હારવાથી સફર પૂરી થઈ ગઈ હતી. મહિલા ડબલ્સમાં મેઘના જાકામપુડી અને પૂર્વિશા એસ રામની જોડી થાઈલેન્ડની જોંગકોલફાન કિટિટહારાકુલ અને રાવિન્ડા પ્રજોંગજાઈની જોડી સામે 21-13 21-16થી હારી હતી. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More