Home> Sports
Advertisement
Prev
Next

18 મેચ, 100 વિકેટ...જે મુરલીધરન ના કરી શક્યો, તે ટીમ ઈન્ડિયાના ઘાતક સ્પિનરે કરી દેખાડ્યું!

Unique Cricket Records: મુથૈયા મુરલીધરનને વિશ્વ ક્રિકેટમાં કોઈ પરિચયનો મોહતાજ નથી. મુરલીધરનને પોકાની અદભૂત ફિરકી વડે અનેક મહાન કારનામા કર્યા છે. આજે પણ મુરલીધરનના નામે ઘણા એવા રેકોર્ડ છે જે ચમત્કારથી ઓછા નથી. પરંતુ મુરલીધરન જે ન કરી શક્યો તે ટીમ ઈન્ડિયાના એક સ્પિનરે કરી બતાવ્યું છે.
 

18 મેચ, 100 વિકેટ...જે મુરલીધરન ના કરી શક્યો, તે ટીમ ઈન્ડિયાના ઘાતક સ્પિનરે કરી દેખાડ્યું!

Unique Cricket Records: મુથૈયા મુરલીધરનને વિશ્વ ક્રિકેટમાં કોઈ પરિચયની જરૂર નથી. મુરલીધરનને પોતાની જાદુઈ સ્પિન બોલિંગ વડે અનેક મહાન કારનામા કર્યા છે. આજે પણ મુરલીધરનના નામે ઘણા એવા રેકોર્ડ છે જે ચમત્કારથી ઓછા નથી. પરંતુ મુરલીધરન જે ન કરી શક્યો તે ટીમ ઈન્ડિયાના સ્પિનરે કરી બતાવ્યું. ભારતીય દિગ્ગજે એવા રેકોર્ડ બનાવ્યાો છે જે કદાચ ભાગ્યે જ કોઈ ભારતીય બોલર તોડી શકશે.

fallbacks

ટોપ 10માં જયસૂર્યા
ભલે મુરલીધરન સૌથી ફાસ્ટ 100 ટેસ્ટ વિકેટ લેવાના મામલામાં ઘણો પાછળ હોય, પરંતુ તેમની ટીમના પ્રભાત જયસૂર્યાએ ટોપ 10માં સ્થાન જાળવી રાખ્યું છે. તેમણે 17 મેચમાં 100 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું, આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે 2 વર્ષ 142 દિવસ લાગ્યા. જયસૂર્યા આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે.

ભારતીય સ્પિનરે 18 મેચમાં ઝડપી 100 વિકેટ
અમે વાત કરી રહ્યા છીએ આર અશ્વિનની, જે સૌથી ફાસ્ટ વિકેટોની સદી ફટકાવનાર ભારતીય બોલર છે. અશ્વિનને માત્ર 18 ટેસ્ટ મેચમાં જ 100 વિકેટ પુરી કરી હતી. અશ્વિનને આ ઉપલબ્ધિને હાંસિલ કરવા માટે બે વર્ષ કાઢ્યા. તેમણે વર્ષ 2013માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વાનખેડે મેદાન પર આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી. ગત વર્ષ અશ્વિનને અચાનક સંન્યાસ લઈને તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

ટોપ પર કોણ?
દુનિયાના સૌથી ફાસ્ટ 100 વિકેટ લેવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના દિગ્ગજ જોર્જ લોહમનને નામે છે. તેમણે માત્ર 16 મેચમાં જ વિકેટોની સેન્ચુરી ઠોકી દીધી હતી. છેલ્લા 28 વર્ષથી કોઈ પણ બોલર આ રેકોર્ડને તોડવાનું સ્વપ્ન તો દૂર, તેની નજીક પણ પહોંચી શક્યું નથી. આ વિસ્ટમાં 5મા નંબર પર પાકિસ્તાનના યાસિર શાહ પણ છે, જેમણે 17 મેચમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More