કાનપુરઃ ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં (Green Park Stadium) ઈતિહાસ રચી દીધો છે. પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે તેણે 2 વિકેટ હાસિલ કરી અને પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ વસીમ અકરમને પાછળ છોડી દીધો અને હરભજન સિંહની નજીક પહોંચી ગયો છે.
અશ્વિને અકરમને પછાડ્યો
ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનના નામે હવે 416 વિકેટ થઈ ગઈ છે અને આ રીતે તેણે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ (Wasim Akram) ને પછાડી દીધો છે.
હરભજનની નજીક પહોંચ્યો અશ્વિન
રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) હવે ટેસ્ટ ક્રિકેટમાં હવે હરભજન સિંહના રેકોર્ડથી માત્ર એક ડગલૂં દૂર છે. ભજ્જીએ આ ફોર્મેટમાં 417 વિકેટ લીધી છે. એટલે કે અશ્વિન બે વિકેટ ઝડપવાની સાથે ભજ્જીનો રેકોર્ડ તોડી દેશે.
આ પણ વાંચોઃ ICC એ મહિલા વર્લ્ડ કપ ક્વોલીફાયર રાઉન્ડ કર્યો રદ્દ, કોવિડ-19ના નવા વેરિએન્ટને કારણે લીધો નિર્ણય
કાનપુરમાં તૂટશે ભજ્જીનો રેકોર્ડ?
કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ હજુ એક ઈનિંગ બોલિંગ કરવાના છે અને બે દિવસ બાકી છે. તેવામાં શક્ય છે કે અશ્વિન સરળતાથી બે વિકેટ ઝડપીને ગ્રીન પાર્કમાં જ હરભજન સિંહનો રેકોર્ડ તોડી દેશે.
માત્ર 80 ટેસ્ટ મેચમાં મેળવી સિદ્ધિ
રવિચંદ્રન અશ્વિન 80 ટેસ્ટ મેચોમાં 416 વિકેટ મેળવી છે. તો વસીમ અકરમે 104 ટેસ્ટમાં 416 વિકેટ ઝડપી હતી. અશ્વિન 30 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ મેળવી ચુક્યો છે. આ સિવાય 7 વખત એક ટેસ્ટમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.
આ પણ વાંચોઃ IND vs NZ 1st Test: ત્રીજી દિવસે અક્ષર પટેલે ભારતને કરાવી વાપસી, ફિરકીમાં ફસાઇ કીવી ટીમ
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
1. મુથૈયા મુરલીધરન- 800 (શ્રીલંકા)
2. શેન વોર્ન-708 (ઓસ્ટ્રેલિયા)
3. જેમ્સ એન્ડરસન- 632 (ઇંગ્લેન્ડ)
4. અનિલ કુંબલે- 619 (ભારત)
5. ગ્લેન મેકગ્રા - 563 (ઓસ્ટ્રેલિયા)
6. સ્ટુઅર્ટ બ્રોડ - 524 (ઇંગ્લેન્ડ)
7. કર્ટની વોલ્શ - 519 (વેસ્ટ ઈન્ડિઝ)
8. ડેલ સ્ટેઈન - 439 (દક્ષિણ આફ્રિકા)
9. કપિલ દેવ- 434 (ભારત)
10. રંગના હેરાથ – 433 (શ્રીલંકા)
11. રિચર્ડ હેડલી- 431 (ન્યુઝીલેન્ડ)
12. શોન પોલોક- 421 (દક્ષિણ આફ્રિકા)
13. હરભજન સિંહ- 417 (ભારત)
14. રવિચંદ્રન અશ્વિન- 416 (ભારત)
15. વસીમ અકરમ - 414 (પાકિસ્તાન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે