નવી દિલ્હીઃ India vs England test series: ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર ઓફ સ્પિનર આર અશ્વિન ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં દમદાર બોલિંગ કરી રહ્યો છે. ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે કુલ 6 વિકેટ ઝડપી હતી અને બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પણ પાંચ વિકેટ ઝડપી છે. આ પાંચ વિકેટની મદદથી ભારતીય બોલર તરીકે અશ્વિન ઘરઆંગણે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં બીજા નંબરે પહોંચી ગયો અને તેણે હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો છે.
આર અશ્વિને તોડ્યો હરભજન સિંહનો રેકોર્ડ
ભારતીય ધરતી પર સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ભારતીય બોલર તરીકે આર અશ્વિન બીજા નંબર પર પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી પોતાના વિકેટોની સંખ્યાને 268 પર પહોંચાડી દીધી છે. ભારતમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં પ્રથમ નંબર પર અનિલ કુંબલે છે. કુંબલેએ ભારતમાં કુલ 350 વિકેટ લીધી છે અને તે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર ખેલાડી પણ છે.
આ પણ વાંચોઃ શરમજનક! આ દિગ્ગજ ખેલાડી થઈ Racism નો શિકાર, નાનીના મોત પર થઇ ખરાબ કોમેન્ટ
ભારતમાં સોૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ 5 ભારતીય બોલર
350 વિકેટ - અનિલ કુંબલે
267 વિકેટ - આર અશ્વિન
265 વિકેટ - હરભજન સિંઘ
219 વિકેટ - કપિલ દેવ
157 વિકેટ - રવીન્દ્ર જાડેજા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે