Home> Sports
Advertisement
Prev
Next

નડાલ એટીપી ફાઇનલ્સની પ્રથમ મેચમાં હાર્યો, નંબર-1ના તાજ પર ખતરો

 વિશ્વના નંબર એક ખેલાડી રાફેલ નડાલને એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેક્સાંદ્ર ઝ્વેરેવ સામે સીધા સેટમાં હારન સામનો કરવો પડ્યો હતો. 

નડાલ એટીપી ફાઇનલ્સની પ્રથમ મેચમાં હાર્યો, નંબર-1ના તાજ પર ખતરો

લંડનઃ વિશ્વના નંબર એક ખેલાડી રાફેલ નડાલને એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેક્સાંદ્ર ઝ્વેરેવ સામે સીધા સેટમાં હારન સામનો કરવો પડ્યો જ્યારે સ્ટીફેનોસ સિટસિપાસે પણ શાનદાર શરૂઆત કરી હતી. પોતાના કરિયરમાં અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહેલ નડાલ ઈજા બાદ અહીં કોર્ટ પર ઉતર્યો, પરંતુ ઝ્વેરેવે સોમવારે રમાયેલી મેચમાં તેને 6-2, 6-4થી પરાજય આપ્યો હતો. 

fallbacks

આંદ્રે અગાસી ગ્રુપમાં આ પહેલા રમાયેલા રાઉન્ડ રોબિન મેચમાં છઠ્ઠી વરીયતા પ્રાપ્ત સિટસિપાસે ડેનિલ મેદવેદેવને 7-6 (7/5), 6-4થી હરાવ્યો હતો. નડાલ માટે ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં હાર બાદ તે પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવી શકે છે. 

જર્મનીના ઝ્વેરેવ વિરુદ્ધ આ મેચ પહેલા તેનો રેકોર્ડ 5-0 હતો પરંતુ તે લયમાં ન જોવા મળ્યો. જોકોવિચે રવિવારે મૈટિયો બેરેટિની વિરુદ્ધ જીત મેળવી પોતાના છઠ્ઠા એટીપી ફાઇનલ્સ ટાઇટલની શાનદાર શરૂઆત કરી, પરંતુ રોજર ફેડરરે ડોમિનિક થીમના હાથે સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More