Home> Sports
Advertisement
Prev
Next

'ચાલો પીરિયડ્સ વિશે વાત કરીએ', રાજસ્થાન રોયલ્સે શેર કર્યો વીડિયો તો મળી પ્રશંસા

હંમેશા જોવામાં આવે છે કે માસિક ધર્મને લઈને વાતચીત કરવામાં પુરૂષો દૂર રહે છે પરંતુ આ વીડિયો ક્લિપ આ સામાન્ય ગેરસમજોને તોડી રહી છે.

 'ચાલો પીરિયડ્સ વિશે વાત કરીએ', રાજસ્થાન રોયલ્સે શેર કર્યો વીડિયો તો મળી પ્રશંસા

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સના સ્ટાર રોબિન ઉથપ્પાએ પોતાની આઈપીએલ ટીમના ત્રણ ખેલાડીઓની સાથે રેપિડ ફાયર ક્વિઝ રમી જેમાં પુરૂષોના સેનેટરી નેપકિન ખરીદપાથી લઈને પ્રીમેંસ્ટ્રુઅલ સિન્ડ્રોમ સુધી વાતચીત કરવામાં આવી હતી. તેની એક વીડિયો ક્લિપ રાજસ્થાન ટીમે ટ્વિટર પર શેર કરી છે, ત્યારબાદ તેની ખુબ પ્રશંસા થઈ રહી છે. 

fallbacks

હંમેશા જોવામાં આવે છે કે માસિક ધર્મને લઈને વાતચીત કરવામાં પુરૂષો દૂર રહે છે પરંતુ આ વીડિયો ક્લિપ આ સામાન્ય ગેરસમજોને તોડી રહી છે.

આઈપીએલ ફ્રેન્ચાઇઝીના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવેલી આ ક્લિપમાં રાહુલ તેવતિયા, જોસ બટલર અને ડેવિડ મિલરે ઉથપ્પાને આ વિષય પર ખુલીને જવાબ આપ્યા. વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે, તે વસ્તુ, જે તમે રોજ જોતા નથી. (Things you don't see everyday)

કેપ્શનમાં આગળ લખવામાં આવ્યું છે, 'ઈમાનદારી, સૂચના અને ગેરસમજોને તોડનારી વાતચીત. અમે આમ કર્યું અને તમે કરી શકો છો- ચાલો પીરિયડ્સ પર વાતચીત.'

આ વીડિયો ક્લિપને જ્યારે ઓનલાઇન શેર કરવામાં આવી તો સોશિયલ મીડિયા પર સકારાત્મક પ્રતિક્રિયા મળી અને આ ખેલાડીઓની પ્રશંસા કરવામાં આવી છે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More