Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025: RCBએ કરી નવા કેપ્ટનની જાહેરાત, આ ભારતીય બેટ્સમેનને મળી ટીમની કમાન

IPL 2025 : IPLની 18મી સીઝન શરૂ થવાની છે. ત્યારે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કેટલીક ટીમોના કેપ્ટન પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે કેટલાકે IPL 2025 માટે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે RCBએ પણ તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. 

IPL 2025: RCBએ કરી નવા કેપ્ટનની જાહેરાત, આ ભારતીય બેટ્સમેનને મળી ટીમની કમાન

IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન એટલે કે IPL 2025 માર્ચના ત્રીજા સપ્તાહમાં શરૂ થવાની છે. ત્યારે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કેટલીક ટીમોના કેપ્ટન પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે કેટલાકે IPL 2025 માટે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. હવે આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું નામ પણ જોડાઈ ગયું છે, જેણે 13મી ફેબ્રુઆરીએ બેંગલુરુમાં આયોજિત ઈવેન્ટમાં આગામી સિઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. 

fallbacks

RCBએ આગામી IPL સિઝન માટે નવા કેપ્ટનની જાહેરાત કરતા કહ્યું કે રજત પાટીદાર ટીમનો નવો કેપ્ટન હશે અને તેના નેતૃત્વમાં ટીમને જીતાડવાની જવાબદારી હશે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ કેપ્ટનશિપની રેસમાં હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે પાટીદારના નામની જાહેરાત કરી હતી. RCB ટીમે મેગા ઓક્શન પહેલા રજત પાટીદારને 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

KL રાહુલ કે રિષભ પંત, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોણ હશે વિકેટકીપર ? ગંભીરે કર્યો ખુલાસો

પાટીદાર પાસે કેપ્ટનશિપનો અનુભવ છે

રજત પાટીદાર શરૂઆતથી જ કેપ્ટન બનવાની રેસમાં હતો. પાટીદારને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. 31 વર્ષીય પાટીદારે મધ્યપ્રદેશની આગેવાની હેઠળ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની ફાઈનલમાં પોતાની આગેવાની કરી હતી, પરંતુ ટીમને ટાઈટલ મેચમાં મુંબઈ સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પાટીદાર ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. 

 

RCBનો આઠમો કેપ્ટન પાટીદાર

પાટીદાર 2021થી RCB સાથે જોડાયેલ છે અને RCBનો આઠમો કેપ્ટન બન્યો છે. IPL 2021ની સિઝન બાદ પાટીદારને રિલીઝ કરવામાં આવ્યો હતો, પરંતુ 2022માં તે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ટીમમાં જોડાયો હતો. લખનૌ સુપરજાયન્ટ્સ સામે એલિમિનેટર મેચમાં પાટીદારે 112 રનની અણનમ ઇનિંગ રમી હતી અને પ્લેઓફ મેચમાં સદી ફટકારનાર IPL ઇતિહાસમાં પ્રથમ અનકેપ્ડ બેટ્સમેન હતો. પાટીદારે 2024 સીઝનમાં RCB માટે 15 મેચ રમી અને 395 રન બનાવ્યા જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે.

બે દીકરીઓએ ગોલ્ડ જીતીને ગુજરાતનું નામ કર્યું રોશન; કોણ છે મુસ્કાન અને ટ્વીશા?

RCB હજુ સુધી ટાઈટલ જીતી શકી નથી

RCB એ ટીમોમાં સામેલ છે જેણે અત્યાર સુધી ક્યારેય IPLનો ખિતાબ જીત્યો નથી. ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે અને છેલ્લે 2016માં ટાઇટલ મેચ રમી હતી. આરસીબી છેલ્લી પાંચ સિઝનમાંથી ચાર વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. ગત સિઝનમાં ખરાબ શરૂઆત બાદ ટીમ વાપસી કરવામાં સફળ રહી હતી. ટીમ તેની છેલ્લી છ લીગ તબક્કાની મેચો જીતીને ટોપ-4માં પહોંચી હતી, પરંતુ એલિમિનેટરમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More