Home> Sports
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શાસ્ત્રીને કોચ પદેથી હટાવી દેવા જોઈએઃ ચેતન ચૌહાણ

ઉત્તર પ્રદેશના ખેલ પ્રધાન પૂર્વ ક્રિકેટરો દ્વારા શાસ્ત્રીને કોચ પદ પરથી હટાવવાની માંગ પર સહમત છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શાસ્ત્રીને કોચ પદેથી હટાવી દેવા જોઈએઃ ચેતન ચૌહાણ

નવી દિલ્હીઃ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચેતન ચૌહાણે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ભારતને મળેલા 1-4ના પરાજય માટે રવિવારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, તેણે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા આ પદ પરથી હટાવી દેવો જોઈએ. 

fallbacks

ઉત્તર પ્રદેશના ખેલ પ્રધાન પૂર્વ ક્રિકેટરો દ્વારા શાસ્ત્રીને કોચ પદ પરથી હટાવવાની માંગ પર સહમત છે. તેમણે કહ્યું, રવિ શાસ્ત્રીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા હટાવી દેવા જોઈએ. રવિ શાસ્ત્રી ખૂબ સારા કોમેન્ટ્રેટર છે અને તેને તેમ કરવા દેવું જોઈએ. 

ચૌહાણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ સારૂ પ્રદર્શન કરવાની જરૂર હતી. બંન્ને ટીમો બરાબર હતી. પરંતુ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પૂછડિયા બેટ્સમેનો પર લગામ લગાવવામાં નિષ્ફળ રહી હતી. પૂર્વ ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેને શાસ્ત્રીના તે નિવેદનની પણ ટીકા કરી જેમાં તેણે વિરાટ કોહલીની આગેવાનીવાળી હાલની ટીમ વિદેશનો પ્રવાસ કરનારી સર્વશ્રેષ્ઠ ટીમ છે. 

તેમણે કહ્યું, હું આ વાત સાથે સહમત નથી. 1980ના દાયકામાં ભારતીય ટીમ વિશ્વનો પ્રવાસ કરનારી સર્વશ્રેષ્ઠ ટીમ હતી. દુબઈમાં એશિયા કપ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ભારતની સંભાવના વિસે ચૌહાણે કહ્યું કે, ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારૂ મિશ્રણ છે જેથી સારા પરિણામની આશા છે. ચૌહાણ પહેલા પૂર્વ કેપ્ટન ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાને હટાવવાની પણ માંગ કરી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More