Home> Sports
Advertisement
Prev
Next

Ravi Shastri બાદ કોણ બનશે Team India ના કોચ? જાણો BCCI અધ્યક્ષ ગાંગુલીએ શું કહ્યું

T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનું કાર્યકાળનો અંત આવશે. જ્યારે, રવિ શાસ્ત્રી બાદ ભારતીય ટીમના કોચ કોણ હશે તે અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાંક લોકો મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ લઈ રહ્યાં છે. ત્યારે, આ બધી ચર્ચામાં જે નામ સૌથી મોખરે છે, તે રાહુલ દ્રવિડનું છે. 

Ravi Shastri બાદ કોણ બનશે Team India ના કોચ? જાણો BCCI અધ્યક્ષ ગાંગુલીએ શું કહ્યું

નવી દિલ્હીઃ T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનું કાર્યકાળનો અંત આવશે. જ્યારે, રવિ શાસ્ત્રી બાદ ભારતીય ટીમના કોચ કોણ હશે તે અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાંક લોકો મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ લઈ રહ્યાં છે. ત્યારે, આ બધી ચર્ચામાં જે નામ સૌથી મોખરે છે, તે રાહુલ દ્રવિડનું છે. 

fallbacks

આ દિગ્ગજ પૂર્વ ખેલાડી બનશે કોચઃ
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે, રવિ શાસ્ત્રી પછી ભારતના પૂર્વ વિકેટ કિપર બેટ્સમેન રાહુલ દ્રવિડ થોડા સમય માટે ભારતીય ટીમના હેડ કોચ બનશે. તેમણે કહ્યું છે કે, રાહુલ દ્રવિડ પોતે આ પદ પર લાંબા સમય માટે નથી રહેવા માંગતા, પણ તેમની સાથે આ અંગે વાત ચાલી રહી છે. 

શ્રીલંકાની ટૂર માટે બન્યા હતા કોચઃ
હાલમાં શિખર ધવનની સુકાની હેઠળ યુવા ભારતીયો ખેલાડી શ્રીલંકા સીરિઝ રમવા ગયા હતા. જે ટીમના કોચ રાહુલ દ્રવિડ હતા. આ સીરિઝમાં ભારતીય ટીમે 2-1થી વન ડેમાં જીતી હતી. જ્યારે, 1-2થી T-20માં હારી હતી. જોકે, મહત્વનું છે કે, મોટા ભાગના ખેલાડીઓ કોરોના સંક્રમણના કારણે ટીમમાં હાજર ન હતા. 

કૉન્ટ્રાક્ટ વધારવાના મૂડમાં નથી શાસ્ત્રીઃ
તમને જણાવી દઈએ કે આ વર્ષે નવેમ્બર-ઓક્ટોબરમાં રમાનારી T-20 વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જે બાદ ટીમને નવા કોચ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More