Home> Sports
Advertisement
Prev
Next

અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ ઈલેવન, આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન

Ravichandran Ashwin All Time IPL XI: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને વિશ્વ ક્રિકેટના ઘણા મહાન ખેલાડીઓની પસંદગી કરીને આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન બનાવી છે. રવિચંદ્રન અશ્વિને IPLની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે.

અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ ઈલેવન, આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન

Ravichandran Ashwin All Time IPL XI: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને વિશ્વ ક્રિકેટના ઘણા મહાન ખેલાડીઓની પસંદગી કરીને આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન બનાવી છે. રવિચંદ્રન અશ્વિને IPLની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. રસપ્રદ વાત એ છે કે, રવિચંદ્રન અશ્વિને એક ભારતીય ખેલાડીને IPLની પોતાની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.

fallbacks

અશ્વિને પસંદ કરી ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ Playing 11
રવિચંદ્રન અશ્વિને જે ભારતીય ખેલાડીને પોતાની પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે પસંદ કર્યા છે, તેનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની). મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ  5 IPL ટાઇટલ જીત્યા છે. જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે પણ 5 ટાઈટલ જીત્યા છે, પરંતુ રવિચંદ્રન અશ્વિનની નજરમાં મહેન્દ્ર સિંહ ધોની જ બેસ્ટ કેપ્ટન છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ

ટીમમાં મહાન ખેલાડીઓ હાજર
રવિચંદ્રન અશ્વિને ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. રવિચંદ્રન અશ્વિને રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનર તરીકે વિરાટ કોહલીને પસંદ કર્યો છે. રવિચંદ્રન અશ્વિને સુરેશ રૈનાને નંબર 3 અને સૂર્યકુમાર યાદવને નંબર 4 પર બેટિંગ કરવા માટે પસંદ કર્યો છે. રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સને 5માં નંબર પર બેટિંગ કરવા માટે પસંદ કર્યા છે.

આ ભારતીય દિગ્ગજને કેપ્ટન્સી આપીને ચોંકાવી દીધા
રવિચંદ્રન અશ્વિને તેની પ્લેઈંગ ઈલેવન (પ્લેઈંગ 11)માં છઠ્ઠા નંબરે બેટ્સમેન અને વિકેટકીપરની સાથે કેપ્ટન્સીની જવાબદારી મહેન્દ્ર સિંહ ધોનીને સોંપી છે. રવિચંદ્રન અશ્વિને અફઘાનિસ્તાનના સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાનને 7મા નંબર પર પસંદ કર્યો છે. રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર સુનિલ નારાયણને રાશિદ ખાનના સ્પિન પાર્ટનર તરીકે પસંદ કર્યા છે.

2025માં એક-બે નહીં, 3 વાર બનશે આ છપ્પનફાડ સંયોગ, આ 4 રાશિના થઈ જશે બખ્ખાં!

ફાસ્ટ બોલર
રવિચંદ્રન અશ્વિને તેની પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલર તરીકે જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા અને ભુવનેશ્વર કુમારની પસંદગી કરી છે.

અશ્વિનની ઓલ ટાઈમ બેસ્ટ IPL ટીમ
રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ, એબી ડી વિલિયર્સ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રાશિદ ખાન, સુનીલ નારાયણ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More