Home> Sports
Advertisement
Prev
Next

Team India ને લાગ્યો મોટો આંચકો, એકસાથે આ 3 સ્ટાર પ્લેયર પ્લેઇંગ 11 માંથી બહાર

ભારત અને ન્યૂઝીલેંડ (India vs New Zealand) વચ્ચે આજે સીરીઝની બીજી ટેસ્ટ મુંબઇ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમાવવા જઇ રહી છે. મેચના ઠીક પહેલાં ટીમ ઇન્ડીયા (Team India) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. 

Team India ને લાગ્યો મોટો આંચકો, એકસાથે આ 3 સ્ટાર પ્લેયર પ્લેઇંગ 11 માંથી બહાર

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેંડ (India vs New Zealand) વચ્ચે આજે સીરીઝની બીજી ટેસ્ટ મુંબઇ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમાવવા જઇ રહી છે. મેચના ઠીક પહેલાં ટીમ ઇન્ડીયા (Team India) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. 

fallbacks

3 ભારતીય પ્લેયર્સ પ્લેઇંગ 11 માંથી બહાર
બીસીસીઆઇ સચિવ જય શાહ (Jay Shah) એ બોર્ડની વેબસાઇટ પર જણાવ્યું કે ઇશાંત શર્મા (Ishant Sharma), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ને ઇજા હોવાથી તે મુંબઇ ટેસ્ટ (Mumbai Test) ની ભારતીય પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયા છે.   

કાનપુર ટેસ્ટમાં પહોંચી હતી ઇજા
કાનપુર ટેસ્ટના 5મા દિવસે ટીમ ઇન્ડીયના ફાસ્ટ બોલર ઇશાંત શર્માના ડાબા હાથની નાની આંગળી ખસકી ગઇ હતી જેની દેખરેખ મેડિકલ ટીમ કરી રહી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પહેલી ટેસ્ટ દરમિયાન જમણા હાથમાં ઇજા પહોંચી હતી. તેમનું સ્કેન કરવામાં આવ્યું જ્યાં સોજો જોવા મળ્યો છે, તેમને આરામની સલાહ આપવામાં આવી છે. અજિંકય રહાણે જમણા હૈમ્સટ્રિંગની ઇજાથી પરેશાન છે, ગત ટેસ્ટના અંતિમ દિવસે પરેશાની અનુભવાઇ હતી. 
fallbacks
Hotel માં કોઝી થયા આ સ્ટાર કપલ, રોમાન્સમાં ડૂબેલા સ્ટાર્સનો પ્રાઇવેટ વીડિયો થયો વાયરલ

આ ખેલાડીઓની ખુલશે કિસ્મત
ઇશાંત શર્મા (Ishant Sharma) ની જગ્યાએ મોહમંદ સિરાઝ (Mohammed Siraj) ની ટીમમાં એન્ટ્રી થઇ શકે છે, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના બદલે પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna ) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ના બદલે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને તક આપવામાં આવી શકે છે. 

ભારતની સંભવિત પ્લેઇંગ 11
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયર અય્યર, ઋદ્ધિમાન સાહા (વિકેટકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહંમદ સિરાઝ, ઉમેશ યાદવ. 

ન્યૂઝિલેંડની સંભવિત પ્લેઇંગ XI
ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલર, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), કાઇલ જેમીસન, રચિન રવીન્દ્ર, એઝાઝ પટેલ, ટિમ સાઉદી, વિલિયમ સોમરવિલે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More